તપાસ:ચલા IPL સટ્ટામાં FSLએ 70 ફોન-લેપટોપની ચકાસણી કરી

વાપી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલ ડિટેઇલ અને લિંક થકી રમનારા સામે કાર્યવાહી કરાશે

વાપીના ચલા પ્રમુખ ગ્રીનથી ફ્લેટમાં ઓનલાઇન જુગાર રમાડનારા સટ્ટાબાજોની ટાઉન પોલીસે ધરપકડ કરી મોબાઇલ, લેપટોપ સહિત કેટલાક સાધનો કબજે લઇ કાર્યવાહી શરૂ કરી હતી. જોકે આ કેસમાં મોબાઇલ, લેપટોપ સહિતના સાધનો એફએસએલને મોકલી કોલ ડિટેઇલ અને જુગારના લિંકની ચકાસણી કરી અન્ય આરોપીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરાઇ છે.

મુંબઇમાં સટ્ટામાં પકડાયા બાદ વાપીના ચલા ખાતે પ્રમુખ ગ્રીનમાં ફ્લેટની ખરીદી કરી ઓનલાઇન સટ્ટો રમાડતો આરોપી મનન અનિલકુમાર નાયક રહે.બોરીવલી ગુરૂવારે સનરાઇઝ હૈદરાબાદ-ચેન્નઇ સુપરકીંગ વિવો આઇપીએલની ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ ઉપર ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગનો જુગાર રમાડતા અન્ય 5 આરોપી સાથે ઝડપાયો હતો. આ કેસમાં પોલીસે 2 મોંઘી કાર, 77 મોબાઇલ, 5 લેપટોપ અને ટીવી સહિતના સાધનો મળી કુલ રૂ.41.47 લાખનો મુદ્દામાલ કબજે લઇ તપાસ હાથ ધરી હતી. સટ્ટા માટે વપરાતા સાધનોને એફએસએલમાં મોકલી દઇ કોલ ડિટેઇલ અને ઓનલાઇન સટ્ટા માટે મોકલાવાતી લિંક થકી એફએસએલ અન્ય આરોપીઓ સુધી પહોંચશે. જેમાં સટ્ટો રમાડનારા તેમજ રમનારા વ્યક્તિઓનું નામ ખુલતા તેઓ સામે પણ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...