રાજકીય ચોપાટ:છેલ્લા 60 વર્ષમાં પારડી બેઠક પર 7 વખત કોંગ્રેસ અને ભાજપ 5 વખત વિજેતા

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1975માં જનસંઘના ઉમેદવાર વિજેતા બન્યા હતા, હવે ભાજપ-કોંગ્રેસની પરીક્ષા થશે

વલસાડ જિલ્લાની સૌથી હોટ ફેવરિટ ગણાતી પારડી વિધાનસભાની બેઠક પર 1962થી અત્યાર સુધી એટલે કે છેલ્લા 60 વર્ષમાં 7 વખત કોંગ્રેસને સફળતા મળી છે. જયારે 5 વખત ભાજપને સફળતા મળી છે.1975માં જનસંઘના ઉમેદવાર વિજેતા બન્યા હતાં. આ વખતે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાને છે. આ વખતે કોણ બાજી મારશે તેની ચર્ચા લોકોમાં ચાલી રહી છે. જો કે ભુતકાળમાં ધારાસભ્ય રિપિટ ન થવાની પરંપરા બે ટર્મથી તૂટી છે.

180 પારડી વિધાનસભા બેઠક વર્ષ 2012માં સામાન્ય બેઠક બની હતી.જે અગાઉ આ ટ્રાયબલ બેઠક પર અનેક ઉમેદવારો જીતીને વિધાનસભામાં લોકોનું પ્રતિનિધિત્વ કરી ચુકયાં છે. 1972માં કોંગ્રેસમાંથી ઉત્તમભાઇ પટેલ ચૂંટાયા હતાં. ત્યારથી લઇ 2012 સુધી સતત આ બેઠકના ઉમેદવારો બદલતા રહ્યાં છે. રાજકીય નિષ્ણાતોના મતે 1972થી અત્યાર સુધીમાં એવુ કહેવાતુ પારડી બેઠક પર કોઇના કોઇ કારણોસર ધારાસભ્ય રિપિટ થતાં નથી. પરંતુ છેલ્લી ત્રણ ટર્મમાં સ્થિતિ બદલાઇ ચુકી છે.પારડી બેઠક સામાન્ય થયા બાદ 2012માં ભાજપમાંથી કનુભાઇ દેસાઇને ટિકિટ આપવામાં આવી હતી.

જેઓ વિજેતા બન્યા બાદ 2017માં પણ ટિકિટ મળતાં ધારાસભ્ય રિપિટ ન થતાં હોવાની પરંપરા તૂટી ગઇ હતી. છેલ્લા 60 વર્ષમાં આ બેઠક પર 7 વખત કોંગ્રેસ અને ભાજપ 5 વખત વિજેતા બન્યું છે. જયારે -1975માં જનસંઘના ઉમેદવાર પટેલ છોટુભાઈ પટેલ વિજેતા બન્યા હતા. આ વખતે ભાજપે નાણામંત્રી કનુભાઇ દેસાઇને મેદાને ઉર્તાયા છે જેની સામે કોંગ્રેસે જયશ્રીબેન પટેલને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીમાંથી કેતન પટેલે ઉમેદવારી નોંધાવી છે. 8 ડિસેમ્બરે ત્રણેય ઉમેદવારોનું ભાવ ઇવીએમમાંથી ખુલશે.

1960થી અત્યાર સુધી ઉમેદવારોની સ્થિતિ...
1962 ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ કોંગ્રેસ, 1967 યુ. એચ. પટેલ કોંગ્રેસ, 1972 ઉત્તમભાઈ પટેલ INC,1975 પટેલ છોટુભાઈ BJS,1980 રમણલાલ પટેલ INC,1985,પટેલ સવિતાબેન INC,1990 રમણલાલ પટેલ INC,1995 કે સી પટેલ BJP,1998 પટેલ ચંદ્રવદન BJP,2002 પટેલ લક્ષમણભાઈ INC,2007 પટેલ ઉષાબેન BJP,2012 દેસાઈ કનુભાઈ BJP,2017 દેસાઈ કનુભાઈ BJPનો સમાવેશ થાય છે

અન્ય સમાચારો પણ છે...