લેખા જોખા:છેલ્લા 5 વર્ષમાં નાણામંત્રી કરતાં પણ પાણી પુરવઠા મંત્રીની આવકમાં વધારો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાણામંત્રીની 200 ટકા,પાણી પુરવઠા મંત્રીની 245 ટકા આવક વધી હોવાનો એફિડેવિટમાં ખુલાસો

વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભામાં ભાજપે પાંચેય ઉમેદવારોની જાહેરાત કરી છે.જેમાંથી અત્યાર સુધીમાં 4 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યુ છે. તેમની એફિડેવિટ પરથી મળતી માહિતી મુજબ કપરાડાના ધારાસભ્ય અને રાજય સરકારના પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરીની આવક છેલ્લા પાંચ વર્ષમાં 245 ટકા વધી છે. વર્ષ 2017-2018માં 749875 હતી. હાલ તેમની આવક 2594330 પર પહોચી છે. જયારે પારડી ધારાસભ્ય નાણામંત્રી કનુભાઇ દેસાઇની આવકમાં 200 ટકાનો વધારો થયો છે. તેમની વર્ષ 2017-2018માં કુલ આવક 8293453 હતી.

જેમની હાલ આવક 2021-22માં 25092063 થઇ છે. એટલે કે નાણામંત્રીની તુલનાએ પાણી પુરવઠા મંત્રીની આવક 45 ટકા વધુ વધી છે. જયારે માજી મંત્રી અને ઉમરગામના ધારાસભ્યની આવકમાં માત્ર 2થી 3 ટકાનો વધારો થયો છે. તેમની વર્ષ 2018-19માં કુલ આવક 749875 હતી. હાલ 2021-22માં 1270840 થઇ હતી. 2020-2021માં 2395900 સુધી આવક પહોંચી હતી. જયારે વલસાડના ભાજપના ધારાસભ્ય ભરતભાઇ પટેલની આવકમાં 72 ટકા વધારો થયો છે.

પારડી ઉમેદવારની આવકની સ્થિતિ
એફિડેવિટમાં રજુ થયેલી માહિતી અનુસાર પારડી ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઇ દેસાઇની વર્ષ 2017-2018માં કુલ આવક 8293453 હતી. જે 2018-2019માં 10152544, 2019-20માં 12184410, 2020-2021માં 11992680 થઇ હતી. જયારે હાલ 2021-22માં 25092063 થઇ છે. તેમની પાસે હાથ રોકડ 125000 છે. જંગમ મિલકત 82938015,સ્થાવર અકસ્યામત 2180000નો સમાવેશ થાય છે. તેમના પર એક પણ ક્રિમિનલ કેસ થયો નથી.જેમનો અભ્યાસ બી.કોમ.,એલએલબી છે. વ્યવસાય વેપાર છે.

કપરાડા બેઠક પર ઉમેદવારની આવક
કપરાડા બેઠક પરના ભાજપના ઉમેદવાર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરીએ એફિડેવિટમાં રજુ કરેલી માહિતી મુજબ વર્ષ 2018-19માં કુલ આવક 749875 હતી. 2019-20માં 1091662, 2020-2021માં 16064480, 2021-22માં 312870 થઇ હતી. હાલ 2022-23માં તેમની આવક 2594330 પર પહોચી છે. હાથ પર રોકડ 70000 છે. જંગમ મિલકત 8535169.77, સ્થાવર અસ્કયમાત 9350800નો સમાવેશ થાય છે. જોનપુર યુપી કોર્ટમાં એક કેસનો સમાવેશ થાય છે. જેમનો અભ્યાસ ધો.9 પાસ છે. ખેતી અને વેપાર છે.

ઉમરગામ MLAની આવકની સ્થિતિ
ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરની વર્ષ 2017-18માં આવક 1248869 હતી. 2018-2019માં 1031886, 2019-20માં 2014403, 2020-21માં 2395900 થઇ હતી. જયારે 2021-22માં 1270840 થઇ હતી. આવકમાં ઘટાડો થયો હતો. હાથ પર રોકડ 250000 છે. જંગમ અસ્કયામત 1677061.79,સ્થાવર અસ્કયામત 18000000નો સમાવેશ થાય છે. સ્વોપાર્જિત અસ્કયામતો 15000000નો પણ સમાવેશ થાય છે. કોઇ પોલીસ કે પડતર કેસ નથી. વ્યવસાય ખેતી અને વેપાર છે.

વલસાડ MLAની આવકની સ્થિતિ
વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલની વર્ષ 2017-2018માં 839837ની આવક દર્શાવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2018-19 1271404, વર્ષ 2019-20માં 1742320,2020-2021માં 980670 અને 2021-22માં 1443940 થઇ હતી. હાથ પર રોકડ 50000 છે. જયારે જંગમ અસ્કયામત 7892912.94,સ્થાવર અસ્કયામત સ્વોપાર્જિત સ્થાવર મિલકતની ખરીદી કિમત 96000.00,સ્વોપાર્જિત અસ્કયામતો 175000નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...