અપેક્ષા:છેલ્લા 20 વર્ષમાં જિલ્લાના 4 MLAને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે નવા મંત્રીમંડળમાં એક કેબિનેટ, એક રાજય કક્ષાના મંત્રીની સંભાવના

જિલ્લામાં 2002માં દોલતભાઇ દેસાઇને વનમંત્રી બનાવ્યા હતાં. ત્યારબાદ સતત 14 વર્ષ સુધી એક પણ પ્રતિનિધિને સરકારમાં મંત્રીપદ મળ્યું ન હતું. વર્ષ 2017માં ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરને રાજયકક્ષાના મંત્રી તરીકે જવાબદારી સોંપાઇ હતી.2021માં ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇને નાણામંત્રી,કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને પાણી પુરવઠા મંત્રીપદ મળ્યુ હતું.સોમવારે નવા મંત્રી મંડળમાં જિલ્લામાંથી એક કેબિનેટ મંત્રી અને એક રાજયકક્ષાના મંત્રી તરીકેનું સ્થાન મળે તેવી સંભાવના છે.

જિલ્લાની પાંચેય વિધાનસભામાં ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે. સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા મંત્રીઓ શપથ લેશે, ત્યારે જિલ્લામાંથી વલસાડના ધારાસભ્ય ભરત પટેલ 1.02 લાખની અને પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇને 97 હજારથી વધુની લીડથી જીત્યા છે. 2021માં મંત્રી મંડળમાં ફેરબદલ બાદ રાજય સરકારના નાણાં,ઉર્જા અને પેટ્રોકેમિકર્લ્સ મંત્રી તરીકે પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ અને રાજય કક્ષાના પાણી પુરવઠા મંત્રી તરીકે જીતુભાઇ ચૌધરીને સ્થાન મળ્યુ હતું.

નવા મંત્રીમંડળમાં કોની સંભાવના વધુ છે
પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇને કેબિનેટ મંત્રી બનવાની સંભાવના વધુ છે. કારણ કે શનિવારે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ કનુભાઇ દેસાઇએ મુક્યો હતો. જેથી તેઓ નવા કેબિનેટમાં હશે તે સ્થિતિ સાફ જોવા મળતી હતી.અન્ય 4 ધારાસભ્યો પૈકી એક ધારાસભ્યને પણ રાજયકક્ષાના મંત્રી તરીકે સમાવાશે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે. હવે સોમવારે નવા મંત્રી મંડળમાં વલસાડ જિલ્લામાંથી કોણ હશે તેની આતુરતા જોવા મળી રહી છે. છેલ્લા 20 વર્ષમાં ચાર પ્રતિનિધિઓને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે.

મંત્રીપદથી જિલ્લાને આ લાભ થઇ શકે ?
ગુજરાત સરકારના મંત્રી મંડળમાં વલસાડ જિલ્લાના ધારાસભ્યને સ્થાન મળે તો અનેક પડતર પ્રશ્નો હલ થઇ શકે છે. સ્થાનિક ભૌગોલિક સ્થિતિના આધારે નિર્ણયોમાં વલસાડ જિલ્લાને ન્યાય મળી શકે. મુખ્યમંત્રી સમક્ષ જિલ્લાની સીધી રજૂઆતો પણ કરી શકે છે. પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ સરકારમાં નાણામંત્રી બન્યા બાદ જિલ્લામાં અનેક ઘોંચમા પડેલા પ્રોજેકટોને વેગ મળ્યો હતો. નવા વિકાસના કામોની વણઝાર લાગી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...