તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર યથાવત:એપ્રિલના છેલ્લા 10 દિવસમાં 40 ટકા રીકવરી રેટ સામે મે માસમાં 80 ટકા થયો છતા હોસ્પિટલોમાં હજુ બેડ ખાલી નથી

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં રીક્વરી રેટ વધવાની સાથે કોરોનાના નવા દર્દીમાં પણ વધારો થયો, ઓક્સિજન-વેન્ટિલેટર બેડ હજી ફૂલ

એપ્રિલ માસમાં કોરોના મહામારીએ સમગ્ર વલસાડ જિલ્લામાં હાહાકાર મચાવ્યો હતો. પ્રતિદિન સરેરાશ 115થી વધુ કોરોના પોઝિટિવના કેસ આવી રહ્યા હતા જેની સામે રીકવરી રેટ માત્ર 40 ટકા જ હોવાથી કોવિડ દર્દીની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન હોવાની બૂમરાણ મચી હતી. સૌથી અગત્યની વાત તો એ રહી હતી કે, હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર યુક્ત બેડ ન મળતાં દર્દીને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

એપ્રિલના અંતિમ સપ્તાહ સુધી કોરોના દર્દીને બેડ મળતાં ન હોવાની બૂમરાણ મચી હતી. 21થી 30 એપ્રિલ સુધી કુલ 1,115 નવા દર્દી આવ્યા હતા જેની સામે માત્ર 449 દર્દીઓ રીકવર થઇને ડિસ્ચાર્જ થયા હતા જેથી છેલ્લા 10 દિવસમાં રીકવરી રેટ 40 ટકા રહ્યો હતો જેની સામે મે મહિનાના પ્રથમ દિવસમાં 1206 દર્દીઓ આવ્યા જેની સામે રીકવરી રેટ વધીને 80 ટકા થયો હતો. જોકે, દર્દીઓ વધુ ડિસ્ચાર્જ થયા હોવા છતાં પણ હજુ વાપી અને વલસાડની કોવિડની સારવાર કરતી ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ ખાલી થયા નથી.

કસ્તુરબામાં વેન્ટિલેટર બેડ ખાલી નથી, દર્દીઓ દાખલ નહીં કરાય
કસ્તુરબા હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડ ખાલી ન હોવાથી નવા દર્દીને હાલ દાખલ કરી શકાય તેમ ન હોવાનો નિર્ણય લેવાયો હતો.આ અંગેની જાણકારી આવતા દર્દીઓને આપવામાં આવી હતી.જેના કારણે વેન્ટિલેટરના દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં જવાની નોબત આવી છે.

વલસાડ જિલ્લામાં દર્દીઓની સંખ્યા ઘટવા માડી છે અને સાજા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.જો કે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડ ખાલી નથી તેવું જાણવા મળ્યું છે.વેન્ટિલેટર બેડ માટેના દર્દીઓને હવે દાખલ કરી શકાય નહિ તેવી સ્થિતિ ઉભી થઈ છે.વેન્ટિલેટર સિવિલ પાસેથી મેળવવાની વ્યવસ્થા ગોઠવાઇ રહી છે.જો કે તેમાં કેટલીક મથામણોના કારણે વેન્ટિલેટરના બેડ મળવામાં થોડી મુશ્કેલી દેખાઇ રહી છે.આ સંજોગોમાં કસ્તુરબા હોસ્પિટલમાં વેન્ટિલેટરના તમામ બેડ ફુલ હોવાથી ખાલી ન હોવાના કારણે તે માટેના નવા દર્દીઓને દાખલ કરી શકાય તેમ ન હોવાનું હોસ્પિટલને જણાવવુ પડી રહ્યું છે.

જિલ્લામાં 95 નવા કેસ, 9ના મોત
જિલ્લામાં23 એપ્રિલ બાદ છેલ્લા બે દિવસથી પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળતાં સંક્રમણ ઘટવાના સંકેત મળ્યા હતા.8 મે શનિવાર ના રોજ 101 કેસ નોંધાયા બાદથી ઘટાડો શરૂ થયો હતો.રવિવારે 98 કેસ અને સોમવારે 95 કેસ નોંધાયા હતા.16 દિવસ બાદ બેકી સંખ્યામાં કેસ નોંધાવાનું શરૂ થયી હતા. પોઝિટિવ દર્દીઓમાં ઘટાડો થઇ રહ્યો છે.બીજી તરફ સોમવારે જિલ્લામાં 9 દર્દીના મોત થયા હતા. સોમવારે પણ 110 દર્દીઓ કોરોનાથી મુક્ત થઇ જતાં પરિવારજનો સાથે લોકોએ અને તંત્રમાં પણ રાહત અનુભવાયું હતું.સોમવારે વલસાડમાં 24,પારડી 9,વાપી 3,ઉમરગામ 31,ધરમપુર 16 અને કપરાડા તા.માં 12 મળી કુલ 95 કેસ નોંધાયા હતા.

વાપીમાં ઓક્સિજન મળશે, વેન્ટિલેટર નહિ
વાપીના ડો.અક્ષય નાડકર્ણી અને વિવિધ તબીબોના જણાવ્યાં મુજબ હોસ્પિટલોમાં નવા કોરોનાના દર્દીઓ પ્રમાણમાં ઓછા આવી રહ્યાં છે. હજુ પણ ઓક્સિજન બેડ ભરેલા છે. 5થી 7 ટકા ઓક્સિજન બેડ ખાલી થયા છે. જયારે ઇએસઆઇસી (કામદાર) હોસ્પિટલમાં 24 ઓક્સિજન બેડ ખાલી છે. આ તમામ હોસ્પિટલોમાં વેન્ટિલેટર બેડ ખાલી નથી. હજુ પણ નવા કોરોનાના દર્દીઓને વેન્ટિલેટર બેડ માટે ફાંફા મારવા પડે તેવી સ્થિતિ છે.

આઇસોલેશન સેન્ટરોના દર્દીઓને ડિસ્ચાર્જમાં લેવામાં આવતા નથી
સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના પોઝિટિવ દર્દીના એડમિશન બાદ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવે છે તેની નોંધ સરકારીયાદીમાં કરવામાં આવે છે, આઇસોલેશન સેન્ટરોમાંથી પરત જતાં દર્દીઓને ડિસ્ચાર્જની નોંધ યાદીમાં કરાતી નથી. હોમ કોરોન્ટાઇનને ડિસ્ચાર્જમાં ગણવામાં આવે છે.> ડો.મનોજ પટેલ, ઇન્ચાર્જ,વલસાડ જિલ્લા અધિકારી

વાપીની પાંચ હોસ્પિટલની 10 મેની વર્તમાન સ્થિતિ

હોસ્પિટલકુલ બેડવેન્ટિલેરઓક્સિજન બેડખાલી કેટલા બેડ
જનસેવા801460

04 ઓક્સિજન બેડ ખાલી,વેન્ટિલેટરબેડ નથી

રેઇમ્બો751075

02 ઓક્સિજન બેડ ખાલી, વેન્ટિલેટર બેડ નથી

અાદિત60435

03 ઓક્સિજન બેડ ખાલી, વેન્ટિલેટર બેડ નથી

કામદાર50015

24 ઓક્સિજન બેડ ખાલી, વેન્ટિલેટર બેડ નથી

21 સેન્સુરી70865

2 ઓક્સિજન બેડ ખાલી, વેન્ટિલેટર બેડ નથી

વલસાડની 6 હોસ્પિટલની 10મેની વર્તમાન સ્થિતિ

હોસ્પિટલબેડપેશન્ટખાલી
લોટસ25480
કસ્તુરબા75960
મૃણાલ19210
અમિત60600
સિવિલ37530372
ધરપુર સ્ટેટ897118

​​​​​​​

ઓક્સિજન બેડપેશન્ટવેન્ટિલેટરબેડખાલી
1924220
4981660
619440
2619460
28620239420
5071000

​​​​​​​10 દિવસમાં નોંધાયેલા કેસ ડિસ્ચાર્જ દર્દી અને મોત

મેકેસમોતરજા
11331366
2117674
3125991
4120788
51185100
61089107
710312105
81017116
9985115
10959110

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...