ક્રાઇમ:ડુંગરામાં કિશોરે 19 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાડોશમાં રહેતા હોય 4 વાર સંબંધ બાંધ્યો

વાપીના ડુંગરા વિસ્તારમાં પાડોશમાં રહેતા એક કિશોરે 19 વર્ષીય યુવતી સાથે એક પછી એક 4 વખત દુષ્કર્મ કરતા પરિજનોએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાપીના ડુંગરા પોલીસ હદ વિસ્તારમાં આવેલ રાતા નજીક એક પરિવારના સભ્યએ શુક્રવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના ઘરની બાજુમાં રહેતો એક કિશોર તેમની 19 વર્ષીય પુત્રી સાથે અવારનવાર બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો.

છેલ્લા ઘણા સમયથી સમયનો લાભ લઇ અલગ અલગ જગ્યાએ તેણે 4 વખત યુવતી સાથે દુષ્કર્મ કર્યા હોવાની જાણ પરિજનોને થઇ હતી. યુવતીએ બનાવ અંગે ઘરે જાણ કરતા શુક્રવારે તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને દુષ્કર્મ કરનાર કિશોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીનું નિવેદન નોંધી મેડિકલ ચેકઅપ કરાવી ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...