તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:જિલ્લામાં 50 વર્ષથી ઓછી ઉંમરના 34 ટકા યુવક કોરોનાનો ભોગ બન્યા

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાપી, પારડી, વલસાડ સ્મશાનમાં 10 દિ’માં 251ને અગ્નિદાહ
  • 33% 65થી વધુ તથા 32 % 50થી 65 વર્ષની વચ્ચેના મોતને ભેટ્યા

વાપી,પારડી અને વલસાડના સ્મશાનમાં મેની શરૂઆતમાં મૃતકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પહેલા કરતાં સરેરાશ મૃતકોની સંખ્યા ઘટી રહી છે. ત્રણેય સ્મશાનોમાં 1 થી 10 વચ્ચે કુલ 251 મૃતકોને અગ્નિદાહ અપાયો છે. જેમાં 34 ટકા (81) મૃતકો 50 વર્ષ કરતાં નીચી ઉંમરવાળા છે. જયારે 32 ટકા (85) 50થી65 વર્ષના તથા 33 ટકા (83) 65 વર્ષ કરતાં વધુ ઉંમરના મૃતકોનો સમાવેશ થાય છે. એપ્રિલ અને મે મહિનામાં 50થી ઓછી ઉંમરના વધુ લોકો મોતને ભેટયા છે. બીજી લહેરમાં 50 વર્ષ કરતાં નીચી ઉમરના લોકોને પણ સંક્રમિત કર્યા છે. એટલે કે સ્મશાનોમાં આવતાં મૃતકોમાં 50થી ઓછી ઉમંરવાળા 81 લોકોનો સમાવેશ થાય છે. જો કે સ્મશાનોમાં મૃતકોની સંખ્યા ઘટી રહી છે, પરંતુ હજુ પણ કોરોના પોઝિટિવ મૃતકો સતત આવી રહ્યાં છે.

વાપીમાં 10 દિમાં 143 મૃતકોને અગ્નિદાહ
કોરોનાકાળમાં સૌથી વ્યસ્ત રહેલા વાપી મુક્તિધામમાં 1થી 10 મે દરમિયાન કુલ 143 મૃતકોની અંતિમવિધિ કોવિડ 19ની ગાઇડલાઇન મુજબ કરવામાં આવી હતી. જેમાં 49 મૃતકો 50 કરતાં ઓછી ઉંમરના,46 મૃતકો50થી 65 વર્ષની વચ્ચેના હતાં. જયારે 48 મૃતકો 65 કરતાં વધુ ઉમંર ધરાવતાં હતાં. પહેલા રોજના સરેરાશ 17 થી 18 મૃતકો આવતાં હતા. હવે 9થી 10 મૃતકો આવી રહ્યાં છે. જો કે સિવિલ હોસ્પિટલમાંથી હવે અહિ શબોને મોકલવામાં આવતા નથી.

પારડી સ્મશાનમાં 10 દિમાં 68ને અગ્નિદાહ આપવામાં આવ્યો
પારડી વૈકુંઠધામ સ્મશાનમાં મેના 10 દિવસમાં કુલ 68 મૃતકોને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. જેમાં 48 કોરોના પોઝિટિવ તથા 20 નોન કોવિડ મૃતકોનો સમાવેશ થાય છે. જેમાં 60 ટકા મૃતકો 30થી 50 વર્ષની ઉમર ધરાવતાં હતાં. વર્તમાન સ્મશાનમાં ભારણ વધતાં નવા સ્મશાન માટે દાનની અપીલ કરાઇ હતી. જેમાં દાતાઓ સામેથી આગળ આપી દાન કરી રહ્યાં છે. જો કે સિવિલમાંથી શબો હાલ અહી ન આવતાં થોડુ ભારણ ઘટયુ છે.

વલસાડના સ્મશાનમાં 10 દિમાં 40થી વધુની અંતિમવિધિ
વાપી મુક્તિધામ બાદ વલસાડનું કૈલાશધામ સ્મશાન પણ સતત વ્યસ્ત રહ્યુ હતું. મેના 10 દિવસમાં અહી 40 મૃતકોની અંતિમવિધિ કરવામાં આવી હતી. માર્ચ અને એપ્રિલમાં સૌૈથી વધારે ભારણ આ સ્મશાન પર જોવા મળ્યુ હતું. અહી ભારણ વધતાં અતુલ તથા આજુબાજુના ગામોમાં નવા સ્મશાનો રાતોરાત બનવા પડયા હતા, પરંતુ હાલ ફરી સ્મશાનોમાં મૃતકોની સંખ્યા ઘટી રહી છે. જે રાહતની વાત છે.

કપરાડા-ધરમપુર સ્મશાનોમાં હાલ મૃતકો પ્રમાણમાં ઘટયા
કપરાડા અને ધરમપુર તાલુકાના સરપંચો પાસેથી મળતી માહિતી મુજબ એપ્રિલ માસમાં અંતરયાળ ગામોના સ્મશાનોમાં વધુ શબો આવતાં નથી. કપરાડાના દુર-દુર ગામોમાં સ્મશાનો અલગ હોવાથી તેની માહિતી મળી શકે નહિ. પરતુ મે માસમાં અત્યાર સુધીમાં સ્મશાનોમાં મૃતકોની સંખ્યા ઘટી છે. ઓછા શબો આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...