તપાસ:સાયરસ મિસ્ત્રી અકસ્માતમાં મર્સિડીઝ કંપનીની ટેક્નિકલ ટીમે કારની તપાસ હાથ ધરી

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર અથડાયા બાદ એરબેગ્સ કેમ ન ખુલી - પોલીસ

ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અને મહિલા તબીબે પાલઘર નજીક અકસ્માતમાં જીવ ગુમાવ્યા બાદ પોલીસે મર્સિડીઝ કંપનીથી 6 વેધક સવાલો કર્યા છે. અકસ્માતમાં એરબેગ કેમ ન ખુલી તેવા સવાલો એસપી બાલાસાહેબ પાટીલે મર્સિડીઝ ટીમથી કરતા હવે કંપની આ તમામ સવાલોના જવાબ ટૂંક સમયમાં આપશે.

પાલઘરના એસપી બાલાસાહેબ પાટીલે મર્સિડીઝ ટીમ પાસેથી આવા 6 સવાલોના જવાબ માંગ્યા છે. મર્સિડીઝના રિપોર્ટમાં ટૂંક સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે.ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના મર્સિડીઝ અકસ્માતમાં મૃત્યુના બીજા દિવસે સોમવારે ટેકનિકલ અને એન્જિનિયરિંગ ટીમે કારનું વિશ્લેષણ કર્યું હતું.

આ દરમિયાન ટીમની સામે અનેક સવાલો ઉભા થયા હતા. જેમ કે એરબેગ્સ કેમ ન ખૂલી?, શું કોઈ ટેકનિકલ ખામી હતી, બ્રેક ફ્લુઈડ કેટલું હતું, ટાયરનું દબાણ શું હતું? પાલઘરના એસપી બાલાસાહેબ પાટીલે મર્સિડીઝ ટીમ પાસેથી આવા 6 સવાલોના જવાબ માંગ્યા છે. મર્સિડીઝના રિપોર્ટમાં ટૂંક સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલ પોલીસ અને કંપની એર બેગને લઇ તપાસ શરૂ કરી છે. કેટલાક પાર્ટસ જર્મનની કંપનીમાં પણ મોકલાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...