સરદાર ભીલાડવાળા પારડી પીપલ્સ કો.ઓપરેટિવ બેન્ક.ની લિ.ની તાજેતરમાં મળેલી બોર્ડ બેઠકમાં ચણોદ બ્રાન્ચના ઉદધાટન પ્રસંગમાં અતિથિ વિશેષ કોને બોલવવા તે અંગે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન પારડી વિભાગના ડિરેકટર,જિ.ભાજપ મહામંત્રી કમલેશ પટેલ અને વાપીના કો-ઓપ્ટ ડિરેકટર દિલિપ દેસાઇ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
મામલો અતિશય વણસતાં સિનિયર ડિરેકટરોએ દખલ આપી મામલાને થાળે પાડયો હતો. સરદાર ભીલાડવાળા બેન્ક લિ.ની બોર્ડ ઓફ ડિરેકટર્સની બેઠક ચેરમેન જીતુભાઇ દેસાઇની અધ્યક્ષતામાં મળી હતી.બેન્કની કામગીરી અંગેની ચર્ચા બાદ ચણોદમાં બ્રાન્ચના ઉદધાટન પ્રસંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અતિથિ વિશેષ તરીકે માજી ચેરમેને બોલાવવા અંગેના નામો રજુ થયા હતાં.
આ દરમિયાન પારડી વિભાગના ડિરેકટર, જિ. ભાજપ મહામંત્રી કમલેશ પટેલે વાપીના કો-ઓપ્ટ ડિરેકટરને સજેશન કર્યુ હતુ.ત્યારબાદ સામાન્ય ચર્ચા અચાનક ઉગ્ર બની ગઇ હતી. બંને ડિરેકટર વચ્ચે બોલાચાલીથી સભામાં સન્નાટો છવાઇ ગયો હતો.
સ્થિતિ વધુ વણસતાં સિનિયર ડિરેકટરોએ દરમિયાનગીરી કરી મામલાને થાળે પાડયો હતો. પરંતુ આ બંને ડિરેકટરો વચ્ચે થયેલી તુતુ મૈમૈંની ચર્ચા રાજકીય ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. જેથી હવે આગામી સમયમાં ફરી મામલો વધુ ગરમાશે કે ઘી ઠામમાં ઘી પડી જશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. જિલ્લાની અગ્રગણ્ય સહકારી બેંકના ડિરેકટરો વચ્ચે થયેલા વાક યુદ્ધની ચર્ચા સભાસદોમાં જોરશોરથી ચાલી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.