નિયમનો અમલ શરૂ:જિલ્લાના ભાજપ સંગઠનમાં હવે એક વ્યકિત એક હોદાનો નિયમનો અમલ શરૂ

વાપી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરમપુરમાંથી બે હોદાવાળાએ રાજીનામુ આપ્યું,વાપી-પારડીમાં અમલ થશે

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલે એક વ્યક્તિ એક હોદા અંગે ભાજપના મંડળોને સૂચના આપી છે. પાલિકા અને સંગઠનમાં બે જગ્યાએ હોદાઓ ધરાવતાં હોઇ તેમણે એક જગ્યાએ રાજીનામુ આપવા અંગે તાકીદ કરી છે. જેને લઇ વલસાડ જિલ્લામાં ભાજપમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થઇ ચુક્યો છે. વલસાડ,વાપી,પારડી અને ઉમરગામમાં પાલિકા અને ભાજપ સંગઠનમાં એમ બંને હોદાઓ વાળા નેતાઓએ રાજીનામુ આપવું પડશે. ધરમપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષના આદેશનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

વાપી પાલિકાની ચૂંટણી સંપન્ન થયા બાદ વાપી અને પારડીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરાશે એવી માહિતી ભાજપ સંગઠન દ્વારા જાણવા મળી રહી છે. આ નવી ગાઇડલાઇનના કારણે હોદાથી વંચિત રહેલા કાર્યકરોને ન્યાય મળશે. વાપીમાં શહેર ભાજપ મહામંત્રીઓ સહિત 5થી વધુ હોદેદારો તથા પારડીમાં 6 જેટલા હોદેદારો રાજીનામુ આપશે.આમ હવે ભાજપનેે બે હોદા ધરાવતાં નેતાઓ પાસેથી સત્તા ઓછી કરવાનો નિર્ણય લેતાં નારાજગી ધરાવતાં કાર્યકરોને લાભ થશે એવું માનવામાં આવે છે.જોકે, હાલમાં વાપી નગરપાલિકાની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયો છે.

ધરમપુરમાં આ નેતાઓએ રાજીનામા આપ્યાં
ધરમપુર પાલિકા વીજળી સમિતિના ચેરમેન રમેશભાઈ અટારાએ શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ પદ પરથી તથા જશુબેન મગનભાઈ ભોયાએ પુત્ર ધવલભાઈ ભોયા શહેર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ હોવાથી એક ઘરમાં બે હોદ્દાના કારણે શહેર ભાજપ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. જ્યારે ધરમપુર શહેર ભાજપ સંગઠન પ્રમુખ પ્રણવ શિંદેએ અગાઉ પાલિકા ટીપી ચેરમેન પદ પરથી રાજીનામું આપી ભાજપની પ્રણાલિકાને અનુસરી પાર્ટી પ્રત્યે નિષ્ઠા બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...