સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાયલી ગામે 25 વર્ષીફ પરિણીત યુવાન રવિવારે સવારે પોતાના ઘરમા જ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. બે વર્ષ અગાઉ કોરોનાકાળમાં પત્નીના મોત બાદ વિરહ અને એકલવાયું જીવનથી કંટાળીને યુવકે આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસના સાયલી સ્થિત એસએસઆર કોલેજની પાછળ રહેતા 25 વર્ષના દિપક ગોવિંદ પટેલ જેમના માતાપિતા રવિવારે સવારે કોઈક કામસર બહાર ગયા હતા. તે સમયે સવારે દસ વાગ્યાના સુમારે ઘરમા એકલો જ હોય તે સમયે અગમ્ય કારણસર ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. એની નાની દીકરી જે બહાર રમતી હતી એણે ઘરમા આવી જોતા એના પિતા લટકી રહ્યા હતા એણે તાત્કાલિક આજુબાજુના લોકોને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામા આવી હતી.
પોલીસે લાશનો કબ્જો લઇ પીએમ માટે સિવિલ હોસ્પીટલ સેલવાસ ખાતે લઇ જવામા આવ્યો હતો. મળેલ માહિતી અનુસાર દીપકની પત્ની બે વર્ષ પેહલા કોરોનામા મૃત્યુ પામી હતી એના દુ:ખ અને વિરહમા હોવાને કારણે આ પગલુ ભર્યું હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. જોકે સેલવાસ પોલીસે આપઘાત પાછળનું કારણ શોધવા લોકોની પૂછપરછ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.