રાજકીય ચોપાટ:વાપી પાલિકાના 25 વર્ષમાં ભાજપે 3 અને અપક્ષે 2 ટર્મ સુધી શાસન કર્યું

વાપી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસને હજી સફળતા મળી નથી, 1994-1999 અઢી વર્ષ નિષ્ફળતા બાદ ભાજપની સત્તા

વાપી પાલિકાની 1990માં રચના થયા બાદથી અત્યારથી સુધીમાં 5 વખત સામાન્ય ચૂંટણી યોજાઇ ચુકી છે. છેલ્લા 25 વર્ષમાં એટલે કે 5 ટર્મની ચૂંટણીમાં ભાજપને 3 વખત અને 2 વખત અપક્ષ પેનલનો વિજય થયો હતો. શરૂઆતથી થઇ લઇ અત્યાર સુધીમાં કોંગ્રેસની પેનલનો એક પણ વખત વિજય થયો નથી.

અપક્ષ ઉમેદવારો કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડયા ન હતાં. બીજી તરફ 1994અને વર્ષ 1999માં પ્રથમ અઢી વર્ષ માટે ભાજપ સત્તાથી દુર રહ્યુ હતુ, પરંતુ ત્યારબાદ બાકી અઢી વર્ષની ટર્મમાં અપક્ષોએ ટેકો આપતાં ભાજપે પાલિકાની સત્તા હાંસલ કરી હતી. 28 નવેમ્બરે યોજાનાર ચૂંટણી પર સૌની નજર મંડાયેલી છે.

વાપી પાલિકામાં અત્યાર સુધીમાં કોની પાસે સત્તા રહી

વર્ષકુલ બેઠકોભાજપકોંગ્રેસઅપક્ષવિજેતા
1994273--24વિકાસમંચ
1999277--20અપક્ષ
2006422715--ભાજપ
2011423570ભાજપ
2016444130ભાજપ

પાલિકામાં 2 વખત સત્તામાં પલટો આવ્યો હતો
1999માં કુલ 27 બેઠકો પૈકી ભાજપને 7 અને અપક્ષોને 20 બેઠકો મળી હતી.અપક્ષોએ સરકાર બની હતી.પરંતુ ત્યારબાદના અઢી વર્ષ માટે અપક્ષોએ ભાજપને સમર્થન આપતાં ભાજપમાંથી દિલિપભાઇ દેસાઇ પાલિકા પ્રમુખ બન્યા હતાં. વર્ષ 2006માં ભાજપ સત્તામાં આવ્યા બાદ બીજી અઢી વર્ષની ટર્મમાં રાજુ શાહે કોંગ્રેસના સભ્યોનો ટેકો લઇ બળવો કર્યો હતો. કોંગ્રેસના 12 સભ્યોને સાથે રાખી સરકાર બનાવી હતી. પરંતુ અપશબ્દો મામલે એક માસમાં રાજુ શાહને સસ્પેન્ડ કરાતાં રૂદ્રનારાયણ પ્રમુખ બન્યા હતાં.આ સમયે વિઠ્ઠલ પટેલે પક્ષાંતરનો કેસ કરતાં 12 સભ્યો સસ્પેન્ડ થતાં ભાજપ સત્તામાં આવ્યુ હતું.

27માંથી 42 બેઠકો 2006માં થયા બાદ ભાજપનું વર્ચસ્વ વધ્યું, કોંગ્રેસનું ઘટ્યું
પાલિકાની રચના વખતે કરાયેલા સિમાંકન મુજબ 27 બેઠકો હતી. ત્યારબાદ વર્ષ 2006માં ચલા અને ડુંગરાનો પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમાવેશ બાદ નવા સિમાંકનમાં કુલ 11 વોર્ડ માટે 42 બેઠકોની રચના થઇ હતી. 42 બેઠકોની રચના બાદ ભાજપનું વર્ચસ્વ વધ્યુ હતું. પહેલા શરૂઆતના તબક્કે વાપી વિકાસ મંચનું વર્ચસ્વ હતું. પરંતુ ત્યારબાદ તરત જ વાપી વિકાસ મંચનું ભાજપમાં વિલીનીકરણ થયુ હતું.

3 ટર્મથી પાલિકામાં અપક્ષ કે અન્ય પાર્ટીને લોકોએ ન સ્વીકારી, શરૂમાં અપક્ષને સફળતા
1994ની ચૂંટણીમાં ભાજપને માત્ર 3 બેઠકો મળી હતી,ભાજપને ઉમેદવારો શોધવા નાકે દમ આવી જતો હતો. વાપી વિકાસ મંચનો પ્રભાવ વધુ હતો.પાલિકામાં શરૂઆતમાં શરૂઆતના તબક્કે વિકાસમંચ અને અપક્ષ ઉમેદવારોને સફળતા મળી હતી, પરંતુ વર્ષ 2006 બાદથી અત્યાર સુધી એટલે કે છેલ્લા 3 ટર્મમાં ત્રીજી રાજકીય પાર્ટી કે અપક્ષનું વર્ચસ્વ રહ્યુ નથી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર રહી છે.

અન્ય સમાચારો પણ છે...