તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:સેલવાસમાં ખ્રિસ્તી પરિવારના સભ્યોને ઢોર માર મરાતા હોસ્પિટલમાં ખસેડાયા

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક દુકાનદાર અને તેના પરિવારે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ

સેલવાસના અથોલા ખાડીવાડા ખાતે રહેતા ખ્રિસ્તી પરિવાર ઉપર સ્થાનિક દુકાનદાર અને તેના પરિવારે હુમલો કરી ઢોર માર મારતા તેઓ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે અંગે સેલવાસ પોલીસ મથકમાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સેલવાસના અથોલા ખાડીવાડા ખાતે રહેતા હેજલ ક્લીફ ફ્લોરેન્સ ઉ.વ.22 એ સોમવારે સેલવાસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, રવિવારે તે અથોલા મેઇન રોડ પર આવેલ ઝેરોક્ષ કરાવવા ગઇ હતી. ત્યારે તેની બહેન જેસીકાએ ફોન કરી જણાવેલ કે, તેને અને બીજી બેન જેશીકાને નીલેશ પટેલ નામનો દુકાનદાર તેની પત્ની અને પુત્રી સાથે મળીને મારી રહ્યો છે. જેથી તે તાત્કાલિક નીલેશના દુકાને જતા ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી.

મારી બહેનને કેમ મારતો છે પૂછતાં જ ફરિયાદીને નીલેશની પત્ની અને પુ્ત્રીએ માર મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ નીલેશે ફરિયાદીની છાતી અને પીઠના ભાગે હાથ પકડી છેડતી કરી નાકના ભાગે મુક્કો મારતા તે નીચે પડી ગઇ હતી અને તેને માથાના ભાગે પણ ઇજા પહોંચી હતી. જેથી તેની બંને બહેન, માતા અને પિતા પણ ત્યાં દોડી આવતા તેઓ ઉપર હુમલો કરાયો હતો.

બનાવની જાણ થતા પોલીસ ત્યાં દોડી આવી હતી અને તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જઇ પ્રાથમિક સારવાર કરાવી પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી. પોલીસે આરોપી નીલેશ પટેલ, સંગીતા પટેલ અને નિકીતા પટેલ સામે આઇપીસી કલમ 354,323 અને 34 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ બનાવમાં પીડિત પરિવારે દાનહના એસપીને લેખિતમાં પણ જણાવ્યું છેકે, પોલીસની સામે પણ આરોપી અને તેના સાગરીતોએ ફરિયાદીના પરિવાર સાથે દાદાગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...