સમગ્ર ગુજરાતમાં કપરાડાના નાનાપોંઢામાં વરરાજા બે કન્યા સાથે લગ્ન કરવાની પત્રિકા સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ હતી, પરંતુ સોમવારે રાત્રે ચાર સંતાનની હાજરીમાં માતા-પિતા લગ્નગ્રંથીથી જોડાયા હતાં. છેલ્લી ઘડીએ વરરાજાએ એક યુવતી સાથે મંગળફેરા ફર્યા હતા, જેથી છેલ્લા થોડા દિવસોથી અનોખા લગ્ન અંગે ચાલતી અટકળોનો અંત આવ્યો હતો.
કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે સોમવારે અનોખા લગ્નની આખા ગુજરાતમાં ચારેતરફ ચર્ચા ચાલી રહી છે. નાનાપોંઢામાં વરરાજા પ્રકાશ ગાવિત એક જ મંડપમાં એક જ દિવસે અને સમયે એકસાથે બે કન્યાઓ સાથે પરણશે એવી આમંત્રણપત્રિકા સો.મીડિયામાં વાઇરલ થઇ હતી, પરંતુ સોમવારે સ્થિતિ અલગ જોવા મળી હતી.
લગ્નસ્થળ પર પરંપરાગત રીતે લગ્ન વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રકાશ ગાવિતે બે યુવતી પૈકી નયના સાથે મંગળફેરા લીધા હતા. પ્રકાશ ગાવિંતે જણાવ્યું હતું.નયના ગાવિત સાથે લગ્ન બાકી હતા, પરંતુ કુસમને ખોટું ન લાગે એ માટે આમંત્રણપત્રિકામાં બંનેનાં નામ લખવામાં આવ્યાં છે. આમ સોમવારે પ્રકાશે એક જ યુવતી સાથે ચાર સંતાનની હાજરીમાં લગ્ન કર્યા હતા. થોડા દિવસોથી ચાલતી ચર્ચાનો અંત આવ્યો હતો.
આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી હવે લગ્નવિધિ થશે
અમે પ્રકાશ સાથે વર્ષોથી સાથે રહીએ છીએ. હવે મારા અને પ્રકાશના લગ્ન થયા છે. કુસુમને ખોટું ન લાગે માટે કંકોત્રીમાં તેનું નામ લખવામાં આવ્યું છે. પહેલાં ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી એ માટે લગ્ન નહોતા કર્યા, જ્યારે હવે અમે લગ્નવિધિ પૂરી કરી. > નયના ગાવિત, (બીજી પત્ની)
પ્રકાશના બીજા લગ્નથી મને કાંઈ વાંધો નથી
મારા લગ્ન પ્રકાશ સાથે થઇ ચૂકયા છે, પણ તેમના બીજા લગ્ન બાકી હતા એટલે સમાજના રીતરિવાજ મુજબ કરવા પડે. પ્રકાશના બીજા લગ્નથી મને કાંઈ વાંધો નથી. લગ્ન પછી પણ અમે સાથે જ રહીશું. > કુસુમ ગાવિત, (પહેલી પત્ની)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.