મારામારી:મોટીવહિયાળમાં મહિલા સરપંચને પતિએ માર માર્યો

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મારામારી અંગે મામલો પોલીસ મથકે પહોંચતા FIR

મોટીવહિયાળમાં મહિલા સરપંચના અન્ય યુવતી સાથે પ્રેમસંબંધને લઇ થયેલા વિવાદમાં પતિએ મહિલાને ઢીકમુકીનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. મોટી વહિયાળના મહિલા સરપંચ સુશિલાબેન સુભાષભાઇ ભાવરે નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રવિવારે સવારે તેમના જ ગામમાં રહેતી રૂશન ઓઝરિયા મહિલા સરપંચના ઘરે આવી હતી. મહિલા સરપંચે યુવતી રૂશનને પૂછયું હતું કે, તું હજી મારા પતિ સાથે ફોનમાં વાતચીત કરે છે. જેના જવાબમાં રૂશને કહ્યું હતું કે, તું તારા પતિને પુછ, તે મને ફોન કરીને વાત કરે છે.

સવારે બનેલી આ ઘટના બાદ સાંજે જ્યારે સરપંચનો પતિ સુભાષ ભાવર ઘરે આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે, રૂશન સાથે તારી શી વાત થયેલી છે. હું તને પત્ની તરીકે રાખવાનો નથી કહીને ગાળાગાળી કરીને ઢીક મુકીનો માર માર્યો હતો. તું રૂશને કંઇ બોલી તો જાનથી મારી નાંખીર એમ કહીને એક લાકડીના ફટકાથી પીઠના ભાગે મારતા ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત સરપંચને 108 દ્વારા પરિવાર નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. આ બનાવ અંગે નાનાપોંઢા પોલીસે મહિલા સરપંચ સુશિલાબેનની ફરિયાદ લઇ પતિ સામે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...