તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મોરાઇ ગામે વીજ ધાંધિયાથી ત્રસ્ત 15 જણાનો 2 વીજ કર્મી પર હુમલો

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ કર્મચારીની વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ

પારડીના ખડકીમાં રહેતા અજય વસંતભાઇ પટેલએ ગુરૂવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ મોરાઇ -2 સબસ્ટેશન 66 કે.વી. ખાતે એસ.ઓ.બી. તરીકે પાંચ વર્ષથી નોકરી કરે છે. અને ત્યાં હેલ્પર તરીકે ગુંજન જયંતીભાઇ પટેલ રહે.પારનેરા વલસાડ પણ સાથે નોકરી કરે છે. બુધવારે રાત્રે સવા બાર વાગે વરસાદ આવતા 11 કે.વી. મોરાઇ જે.જી.વાય.ની ફીડરનું ટ્રીપીંગ આવતા તે વિસ્તારની પાવર સપ્લાય બંધ થઇ ગયું હતું. જે અંગે એક ઇસમે 2 વાર ફોન કરી લાઇટ ક્યારે આવશેનું પુછયુ પછી તુ મને ઓળખે છે હું કોણ છું.

ગાળો આપી નોકરી માંથી કઢાવી નાખવાની ધમકી આપી હતી. થોડી વારમાં ફરી ફોન કરી નામ પુછતા કર્મીએ પોતાનું નામ અજય હોવાનું જણાવતા ફોન કટ કરી હું ગેટ પર ઉભો છું બહાર આવ કહેતા નહીં આવી શકાય તેમ કહી કર્મીએ ફોન કટ કરી દીધો હતો. જેથી ઓફિસ પર ધસી આવી આરોપી પ્રતીક અને તેની સાથે આવેલા 10થી 15 ઇસમોએ તેને બહુ હોશિયાર થઇ ગયો છે કહી માર મારતા સહકર્મી ગુંજન બચાવવા વચ્ચે પડ્યો હતો. તેને પણ ઢોર માર મરાયો હતો.

આ અંગે વીજકર્મીએ આરોપી પ્રતીક પટેલ રહે.મોરાઇ ગામ વાપી અને અજાણ્યા ઇસમો સામે ફરિયાદ કરતા પોલીસે આઇપીસી કલમ 143,147,323 અને 504 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાપી વિસ્તારમાં વીજ ધાંધિયાથી ગ્રાહકો પરેશાન છે. જેના કારણે આવેશમાં આવીને ગ્રાહકો કર્મીઓ સાથે લડી રહ્યા છે.

પીધેલા છો કહી વીડિયો ઉતારી માર મરાયો
ઇસમોના મારથી બચવા માટે વીજકર્મી અજયએ 100 નંબર ઉપર ફોન કર્યા બાદ પોલીસે એડ્રેસ પુછતા કર્મીએ પ્રતીક પટેલને ફોન આપી દીધા હતા. તેણે પોલીસને ફોનમાં જણાવેલ કે સમાધાન થઇ ગયેલ છે તેમ વાત કરી ફોન કટ કરી પરત આપી તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. ફરિયાદ મુજબ માર મારીને વીડિયો ઉતારીને તમે લોકો દારૂ પીધેલા છો કહી વધુ માર મરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...