તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:વાપીના સફાઇ કામદાર પર સાસરિયાનો કુહાડીથી હુમલો, ઝઘડા બાદ છેલ્લા ત્રણ મહિનાથી પત્ની પીયરે રહે છે

વાપી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
સચીન રાજુ સોલંકી. - Divya Bhaskar
સચીન રાજુ સોલંકી.

વાપી પાલિકામાં કોન્ટ્રાક્ટ ઉપર સફાઇ કામદાર તરીકે નોકરી કરતા યુવકને તેની પત્ની સહિત સાસરિયા પક્ષ દ્વારા કુહાડી તેમજ લાકડાથી માર મારતા આ અંગે તેણે ટાઉન પોલીસ મથકમાં તમામ સામે ફરિયાદ નોંધાવી હતી. વાપી ફાયર સ્ટેશન પાસે વાલ્મિકી આવાસમાં રહેતો અને વાપી નગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતો સચીન રાજુ સોલંકી ગુરૂવારે સંતાનો માટે કપડાની ખરીદી કરી બહેનનો છોકરો કીટુ સાથે નામધા ખાતે સાસરે જઇ કીટુને સાસરીમાં કપડા લઇને મોકલાવ્યા હતા. જ્યાંથી પરત આવ્યા બાદ સાળા જગદીશ યોગેશ હળપતિએ રાત્રે કોલ કરી નામધા કોલેજ પાસે કામ છે કહી બોલાવ્યા હતા.

જ્યાં પહોંચતા જગદીશ ફરિયાદીને જણાવેલ કે, તુ બહેનને સારી રીતે કેમ નથી રાખતો અને અનેતેની સાથે ઝઘડો કેમ કરે છે કહી ગાળો આપી હતી. ત્યારબાદ સસરા યોગેશ, સાસુ સંગીતાબેન, સાળો જગદીશ તેમજ તેની પત્ની દક્ષાએ તેને ઢીકમુક્કીનો માર મારી રહ્યા હતા. તે સમયે સાળા જગદીશએ અચાનક કુહાડીથી અનેસસરા યોગેશે લાકડાથી તેને પીઠ તથા માથાના ભાગે માર મારતા લોહીલુહાણ હાલતમાં બૂમાબૂમ કરતા સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા. પોલીસે ચારેય સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો