આત્મહત્યા:લવાછામાં ટ્રેનરે જીમમાં જ ફાંસો ખાઇ આપઘાત કર્યો

વાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝારખંડના યુવકના આપઘાતની તપાસ શરૂ

વાપીના લવાછા સ્થિત એક જીમમાં ટ્રેનિંગ આપતા 21 વર્ષીય યુવકે જીમમાં જ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસને જાણ કરાઇ હતી. યુવકે પ્રેમ પ્રકરણમાં આપઘાત કરી લીધી હોવાની ચર્ચા ચાલી રહી છે. વાપી સેલવાસ રોડ પર આવેલ લવાછા સ્થિત પ્રેમ ફીટનેસ સેન્ટરમાં ટ્રેનર તરીકે કામ કરતો અને મુળ ઝારખંડનો સંજીવ દેવાનંદ યાદવ ઉ.વ.21 બુધવારે જીમ ઉપર ગયો હતો. જે બાદ રાત્રે બહેનના ઘરે જમી પરવારી પરત જીમમાં સુવા માટે જતો રહ્યો હતો. ગુરૂવારે સવારે જીમ કરવા ગયેલા લોકોએ દરવાજો ખખડાવતા અંદરથી કોઇ જવાબ મળ્યો ન હતો.

જેથી આ અંગે જીમ સંચાલકને જાણ કરાઇ હતી. બીજી ચાવીથી દરવાજો ખોલતા અંદર સંજીવ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેની જાણ ડુંગરા પોલીસને કરાઇ હતી. પોલીસે લાશને કબજે લઇ પીએમ રિપોર્ટ માટે મોકલાવી આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. યુવકે પ્રેમ પ્રકરણમાં આ પગલા ભર્યા હોવાની ચર્ચા સ્થાનિકોમાં ચાલી રહી હતી. વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ પ્રકારના બનાવો અટકાવવા પોલીસ પ્રશાસને કાઉન્સિલીગ કરવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...