ગઢમાં ગાબડુ:કપરાડામાં ભાજપ નેતાઓના ગામે AAPને વધારે મતો મળ્યાં

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના ઉમેદવારમાં નારાજગી વધી

વલસાડ જિલ્લાના પાંચ બેઠકો પૈકી કપરાડા વિધાનસભા બેઠકનું પરિણામ સૌથી વધારે ચર્ચામાં રહ્યુ હતું. કારણ કે અહી આમ આદમી પાર્ટીએ ભાજપને સીધી ટક્કર આપી હતી. ખાસ કરીને કપરાડા તાલુકાના ભાજપ નેતાઓના ગામમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારને વધુ મતો મળતાં ભારે આશ્વર્ય ફેલાયું છે. શરૂઆતથી મતગણતરીમાં આમ આદમી પાર્ટીને પણ મતો મળતાં ભાજપ સંગઠના નેતાઓ પણ ચોંકી ઉઠયા હતાં.મતદાન પહેલા પણ કપરાડામાં ભાજપના કેટલાક નેતાઓ પક્ષવિરોધી કામગીરી કરતાં હોવાનો સુર ઉઠયો હતો.

આમ આદમી પાર્ટીને મતો મળવા અંગે પુછતાં કપરાડા ભાજપના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ પક્ષવિરોધી કામગીરી કરનાર સામે કાર્યવાહી કરી શકે છે. આમ આગામી દિવસોમાં કપરાડા ભાજપના કેટલાક નેતાઓ સામે પક્ષ વિરોધી કામગીરી બદલ કાર્યવાહીની પણ સંભાવના જોવા મળી છે. જેની ચર્ચા જિલ્લામાં ચાલી રહી છે.

આ નેતાના ગામમાં ઓછા મતો આવ્યા
કપરાડા વિધાનસભાના ઇન્ચાર્જ નાનાપોંઢાના સરપંચ મુકેશ પટેલના નાનાપોંઢા ગામમાં ભાજપને 913,કોંગ્રેસને 344 અને આપ પાર્ટીને 1129 મતો મળ્યા હતાં. વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ગુલાબભાઇ રાઉતના જોગવેલ ગામમાં ભાજપને 436, કોંગ્રેસને 944 અને આપ પાર્ટીને 655 મતો મળ્યા હતાં. કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ રમેશ ગાવિતના વડખંભા ગામમાં ભાજપને 390, કોંગ્રેસને 204 અને આપ પાર્ટીને 361 મતો મળ્યા હતાં. કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ મોહન ગરેલના ટુકવાડા ગામમાં આપ પાર્ટીને 113 મતો મળ્યા હતાં. જ્યારે પારડીના અંબાચ , બરઈ , રોહિણા , ગોઈમા, આસમા, તરમાલિયા, ખેરલાવ અને ડુંમલાવ ગામમાં ભાજપને 8849ની સામે આમ આદમી પાર્ટીને પણ 5082 મતો મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...