ટ્રાફિક પોલીસની કામગીરી:દાનહમાં ટ્રાફિક ખાતાની કાર્યવાહીથી લોકો નિયમોના પાલન કરતા દેખાયા

સેલવાસ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિક વ્યવસ્થા સુધારવા વિભાગની ચાલકો સામે લાલ આંખ
  • જરૂરી દસ્તાવેજો રાખતા અકસ્માતમાં ચાલકોને રાહત મળે છે

દાદરા નગર હવેલીમાં ટ્રાફિક નિયમને ઉલ્લંઘન કરનાર લોકો હવે ટ્રાફિક નિયમોનુ પાલન કરવામા પોતાની રુચિ દેખાડી રહ્યા છે ટ્રાફિક પોલીસની કાર્યવાહી બાદ તો કેટલાક લોકો પોતે જ જાગૃત થઇ, ટ્રાફિક પોલીસની સખ્ત કાર્યવાહી બાદ રસ્તા પર વગર સાયલેન્સર જોરમા અવાજ સાથે બાઈક ચલાવનાર અને રસ્તા પર સ્ટંટ કરનાર યુવા બાઈક રાઈડર્સ પર કાર્યવાહી બાદ ઘણો અંકુશ આવ્યો છે. જેનાથી ધ્વનિ પ્રદૂર્ષણ પણ કમી આવી છે રસ્તાઓ પર વ્યવસ્થીત રીતે વાહનો ઉભા ના રાખનાર અને ટ્રાફિકજામ કરનાર સામે કાર્યવાહી કરાતા હાલમા ટ્રાફિકજામની સમસ્યા દૂર થઇ છે. જેથી વાહન ચાલકો વગર ટ્રાફીકજામમા ફસાયા વિના નિર્ધારિત સમયે પોતાના કામ માટે પોહચી રહ્યા છે.

સડક સુરક્ષા અને રસ્તા પર ભીડભાડ ઓછી કરવા માટે દાનહ ટ્રાફિક પોલીસ આવશ્યક પગલાઓ લઇ રહી છે. સડક દુર્ઘટના અને અકસ્માતોની ઘટનાની સંખ્યામા ઘટાડો કરવા માટે ટ્રાફિક પોલીસ વાહનોની ચકાસણી કરી રહી છે એની સાથે દારૂ પીને ગાડી ચલાવતા લોકો પોતાના જીદગી સાથે બીજાની જિંદગીના પણ દુશ્મન બન્યા છે આ સમસ્યાને ઓછી કરવા માટે ટ્રાફિક વિભાગ સતત ચકાસણી અભિયાન ચલાવી રહી છે.અને દારૂ પીને વાહન ચલાવનાર સામે કાર્યવાહી કરી રહી છે.

સડક અકસ્માતમા હેલ્મેટ ના પહેરનારની અવસ્થામા વાહન ચાલક ગંભીર રીતે ઘાયલ થઇ જાય છે અને કેટલાક કિસ્સાઓમા મોત પણ થયા છે. સડક દુર્ઘટનામા કમી લાવવા માટે ટ્રાફિક પોલીસની પ્રાથમિકતા ટ્રાફિક ઇન્ચાર્જ આર.કે.ગાવિતે જણાવ્યુ કે સડક દુર્ઘટનાનુ મુખ્ય કારણ તેજ રફ્તાર અને દારૂ પીને વાહન ચલાવવુ.ટ્રાફિક પોલીસની ચકાસણી અભિયાન બાદ સડક દુર્ઘટનાઓમા કમી આવી છે.

અન્ય સમાચારો પણ છે...