તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષો રોપાયા:દાનહમાં 27.72 લાખ છોડ તૈયાર કરી 295 હેક્ટરમાં વાવેતર કરાયું

વાપી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરખલમાં 25 હેકટરમાં 20 હજારથી વધુ જાબુંના વૃક્ષો રોપાયા

બહુધા આદિવાસી અને ગિરી કંદરા અને નદી, ઝરણાથી ભહેલું સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ઓદ્યોગિક વિકાસની સાથે પ્રાકૃતિક પ્રાકૃતિક સૌદર્યોનું પણ તાલમેલ જળવાય રહે એ માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંચ વર્ષના લાંબા ગાળાના અેકશન પ્લાન સાથે કાર્ય કરી રહ્યું છે. ગત 4-5 વર્ષથી વન વિભાગે લાખો વૃક્ષોનું વાવેતર કર્યું છે જે હાલ દેખાય રહ્યું છે.

ચાલુ વર્ષે વન વિભાગ 27 લાખ 72 હાજર 171 જેટલા છોડ સરકારી નર્સરીમાં તૈયાર કરી એનું વાવેતર લગભગ 295 હેક્ટરમાં પૂરું થઇ ચૂક્યું છે. પ્રદેશની તમામ પંચાયતોમાં 2 હેક્ટર જમીનમાં લોકોને ઉપીયોગી એવા કાળા અને સફેદ જાબું, સરગવો, આંબા, વાસ, તેમજ અન્ય વૃક્ષોનું વાવેતર કરાયું છે. મોરખલ ખાતે 25 હેક્ટરમાં જમીનમાં અંદાજે 20 હજાર કાળા જાબુંનું વાવેતર કરાતા સમગ્ર વિસ્તાર લીલોતરીથી ભરેલો જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં હેકટર દીઠ સૌથી વધુ વૃક્ષો સંઘપ્રદેશ દાનહમાં જોવા મળશે.

5 વર્ષમાં 1 હજાર હેકટરમાં પ્રોજેકટ પૂર્ણ થશે
હાલમાં જે વૃક્ષોનું વાવેતર કરાયું છે એમાં પાંચ વર્ષ બાદ ફળ આવવાના શરૂ થશે આ ઉપરાંત 1 હજાર હેકટરમાં વૃક્ષો વાવીને ગ્રામલોકોને આત્મ નિર્ભર કરવાનો પ્રોજેક્ટ પણ પૂર્ણ કરી દેવાશે. આ વર્ષ 300 હેકટર વાવેતર કરાશે જેમાં 30 જુન સુધીમાં પ્લાનટેશન થશે ઘાસ કચરો નિંદામણ કામ ઉનાળા સુધી ચાલશે. > વિજય પટેલ, આરએફઓ, સંઘપ્રદેશ દાનહ

અન્ય સમાચારો પણ છે...