તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણની ટકાવારીમાં ઘટાડો:દાનહમાં 109 નવા કોરોના કેસ સામે બે ગણા 201 દર્દી સારા થયા

વાપી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 47 હજાર વેક્સિનેસન

દાદરા નગર હવેલીમાં રવિવારે નવા 109 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે જેની સામે એક જ દિવસમાં બે ગણાં 201 દર્દીઓ રીકવર થઇને પોતાના ઘરે પહોંચ્યા છે. પ્રદેશમાં હાલમાં 1406 સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં 3416 કેસ રીકવર થઇ ચુક્યા છે જ્યારે ત્રણ વ્યક્તિનું મોત થયેલ છે. પ્રદેશમાં આરટી પીસીઆરના 214 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી 25 વ્યક્તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતો.

રેપિડ એન્ટિજન 1842 નમૂના લેવામાં આવેલા જેમાંથી 84 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. રવિવારે સૌથી વધુ એક સાથે 201 દર્દીએ કોરોનાને હરાવી સ્વસ્થ બનીને કોવિડ સેન્ટરમાંથી પરત ફર્યા હતા. પ્રદેશમાં 85 કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરાયા છે. દાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા વિનોબા ભાવે નર્સિંગ કોલેજ અને ખાનવેલ સબ હોસ્પિટલ અને પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટર સહિત સોસાયટીમાં કોવીશીલ્ડ વેક્સીનનું ટીકાકરણ કરવામાં આવ્યું હતું. જેમા આજે 44 લોકોને વેક્સીન આપવામા આવ્યા છે પ્રદેશમા ટોટલ 46, 817 લોકોને વેક્સીન આપવામાં આવી છે.

દમણમાં 44 નવા કેસ સામે 48 દર્દી રીકવર
દમણ જિલ્લામાં રવિવારે કોરોના પોઝિટિવના વધુ 44 કેસ નોંધાયા હતા જેની સામે 48 દર્દીઓ કોવિડ સેન્ટરમાંથી સારા થતા ડિસ્ચાર્જ કરાયા હતા. પ્રદેશમાં હાલમાં એક્ટિવ કેસ ઘટીને 432 થયા છે. જ્યારે દમણ જિલ્લામાં પણ 45 વર્ષથી વધુ વયની વ્યક્તિને કોરોના વેક્સિનની કામગીરી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો