દુર્ઘટના:દમણમાં ગુદામાર્ગે કમ્પ્રેસર થી હવા ભરતા યુવકનું મોત

વાપી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કંપનીમાં સહકર્મીઓએ કરેલી મજાકથી જીવ ગયો

દમણની એક કંપનીમાં સહકર્મીઓએ એક કર્મીના ગુદાના ભાગે કમ્પ્રેસરથી હવા ભરી દેતા ગંભીર હાલતમાં તે સારવાર માટે મરવડ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વાપીમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થતા બનાવ અંગે દમણ પોલીસને જાણ કરાઇ હતી. દમણના કચીગામ ખાતે યોગેશભાઇની બિલ્ડીંગના રૂમ નં.207માં રહેતા અને મુળ બિહારના 20 વર્ષીય બીટુકુમાર બાબુધન કહાર બુધવારે રાબેતા મુજબ કચીગામ ખાતે આવેલ રાજશ્રી પોલીપેક કંપનીમાં નોકરી ઉપર ગયા હતા.

જ્યાં સહકર્મીઓએ મજાક કરતા કરતા તેના ગુદાના ભાગે એમ.કમ્પ્રેસરની નળી નાંખતા હવા પેટમાં જતા ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત સારવાર માટે દમણની મરવડ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તે વાપીની સંવેદના હોસ્પિટલમાં ખસેડાયો હતો. લીવરમાં ડેમેજ હોવાના કારણે ગુરૂવારે સવારે આઇસીયુ વિભાગમાં દાખલ કામદારનું મોત થયું હતું. બનાવ અંગે ડુંગરા પોલીસે દમણ પોલીસને જાણ કરતા વધુ તપાસ કચીગામ પોલીસ કરી રહી છે. આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરાઇ.

અન્ય સમાચારો પણ છે...