તપાસ:દમણમાં મિત્રને ત્યાં આવેલા મહારાષ્ટ્રીયન યુવકના માથામાં બોથડ પદાર્થ મારી હત્યા

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખારીવાડ વિસ્તારમાં સવારે યુવકની લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી

દમણમાં મિત્રને ત્યાં રહેવા આવેલા મહારાષ્ટ્રીયન યુવકની ગુરૂવારે સવારે ખારીવાડ સ્થિત ગોકુલધામ સોસાયટીમાં હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી છે. યુવકને રાત્રિએ માથાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. દમણ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નાનીદમણના ખારીવાડ સ્થિત ગોકુલધામ સોસાયટીમાં ગુરૂવારે સવારે એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા સ્થાનિક રહીશોએ દમણ પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચીને યુવકને મરવડ સરકારી હોસ્પિટલમાં લઇ ગઇ હતી જ્યા ફરજ ઉપર તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. પ્રાથિમક તપાસમાં મૃતક યુવકની ઓળખ મહારાષ્ટ્રના થાપા જિલ્લાના ઉલ્હાસનગરમાં રહેતા 32 વર્ષીય પિયુશ હરેશ ભાઇ ક્રિપલાની તરીકે થઇ હતી.

મૃતક યુવક પિયુશ ક્રિપલાની દમણમાં તેમના મિત્રને ત્યાં રહેવા માટે આવ્યો હતો. માથાના ભાગે બોથડ પદાર્થ મારીને યુવકની હત્યા કરવામાં આવી હતી. નાની દમણ પોલીસે હાલ તો અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા છે. યુવકની ક્યા કારણોસર હત્યા થઇ હતી એ હાલ બહાર આવ્યું નથી. દમણ પોલીસ હત્યા પાછળનું કારણ અને આરોપીની શોધખોળ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...