સારવાર દરમ્યાન મોત:ચલથાણમાં બાઇક પાછળ બેસેલી મહિલા નીચે પટકાતા મોતને ભેંટી

પલસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇ જઇ રહેલા દંપતીને હાઇવે પર મુકવા જતી વેળા અકસ્માત

પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામે રહેતા એક દંપતીને મુંબઈ જવાનુ હોવાથી તેનો મિત્ર દંપતીને પોતાની હોંડા પર બેસાડી હાઇવે પર મુકવા જઇ રહ્યો હતો .ત્યારે ચલથાણ ગામે નેશનલ હાઇવે પર આવતાજ અચાનક પાછળ બેઠેલી મહીલા નીચે પટકાઇ પડી હતી .શનિવારે મોડી સાંજે મહિલાનું મોત નિપજતા કડોદરા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.

મળતી માહીતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામે રહેતા સુભાષ પાસવાન તેમજ તેમની પત્ની લીલાદેવી ગત મંગળવારના રોજ 4 મે ના રોજ મુંબઈ જવાનુ હોવાથી કડોદરા ચાર રસ્તા ખાતે હાઇવે પર મુકવા જવા માટે તેમના મીત્ર અમીતને જાણ કરીહતી .ત્યારે અમીતે તેની બાઇક નંબર GJ 05 MH 0867 ૫૨ બન્નેને બાસાડીને ત્રણેય જણા જઇ રહ્યા હતા .

ત્યારે ચલથાણ ગામે સંજીવની હોસ્પીટલની સામે નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા.ત્યારે અચાનક બાઇક ની પાછળ બેઠેલ લીલાદેવી બાઇક પરથી નીચે પડી ગયા હતા.જેને લઇ તેઓના શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓને તાત્કાલીક સંજીવની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા બાદ વધુ સારવાર માટે સુરતની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા .જ્યા ગત શનિવારે રોજ મોડી સાંજે તેઓનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...