વાપીના ચલામાં જૂની અદાવત રાખી એક યુવક ઉપર ત્રણ લોકોએ લાકડા અને સળિયાથી હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં તે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવમાં પોલીસે ત્રણેય આરોપી સામે અટકાયતી પગલા લઇ કાર્યવાહી હાથ ધરી હતી. મારામારીનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. ડાભેલ ખાતે ફ્રાન્સિસભાઇની ચાલીમાં રહેતા અજય બૈજનાથ પટેલએ શુક્રવારે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગુરૂવારે તે ડાભેલ ચેકપોસ્ટ પાસે ચલા વિસ્તારમાં પાણી પી રહ્યો હતો.
ત્યારે પ્રાંજલસિંગ, ભાનુસિંગ અને આકાશસિંગ નામના ઇસમો મિત્ર સેલુસિંગ ભગેલ સાથે થયેલા ઝઘડાની અદાવત રાખી તેને લાકડાથી હાથ-પગ અને માથાના ભાગે માર્યા બાદ માથા પર લોખંડના પાઇપથી મારતા તે લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાંથી સારવાર લઇ ત્રણેય સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તેઓ સામે ગુનો નોંધી તમામ સામે અટકાયતી પગલા લઇ વધુ કાર્યવાહી હાથ ધરાઇ હતી. મારામારી થતી વખતે સ્થળ ઉપર હાજર એક વ્યક્તિએ મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો. જે વીડિયોમાં બે ઇસમો ફરિયાદીને લાકડાથી બેરહમીથી મારતા નજરે ચઢી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.