હુમલો:આહુમાં રસ્તાના મુદ્દે બે પરિવાર ધાતક હથિયાર સાથે બાખડ્યા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઠથી વધુ ઇસમોને નાની મોટી ઇજા

ઉમરગામના આાહુગામે પથ્થર ફળિયામાં શનિવારે રાત્રીએ ફળિયામાં આવવા જવાના માર્ગના મુદ્દે બોલાચાલી બાદ ઘાતક હથિયારો સાથે એકબીજા ઉપર હુમલો કરતા 8થી વધુ સભ્યોને ઇજા પહોંચી હતી. ઉમરગામ પોલીસે બંને પક્ષની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.

આહુગામે પથ્થર ફળિયામાં રહેતા 54 વર્ષના ઠાકોરભાઇ ભગુભાઇ હળપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ ફળિયામાં જ રહેતા અક્ષય, નરેશ રવિયા, ઇશુ રવિયા, ભારતીબેન, માણેક સંજયે રસ્તા તથા જમીન બાબતની અદાવત રાખીને બોલાચાલી કરીને લોખંડનો સળિયો તથા લાકડાથી ફરિયાદી તથા તેમની પત્ની, પુત્ર અને બે પુત્રીને મારમારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.\nજ્યારે સામે માણેકબેને નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી ઠાકોર ભગુભાઇ, મહેન્દ્ર ઠાકોર અને શાંતુભાઇએ રસ્તા ઉપર ચાલવા બાબતે લાકડાથી અને ઢીકમુકીનો માર મારીને જાહેરનામાનો ભંગ કર્યો છે. ઉમરગામ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...