હત્યારો પતિ:વાપીમાં આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીનું ગળું કાપી માથું નાળામાં ફેંકી દીધું

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મચ્છીમાર્કેટમાંથી મળેલું મસ્તક - Divya Bhaskar
મચ્છીમાર્કેટમાંથી મળેલું મસ્તક
  • રાતના દોઢ વાગે ડુંગરામાં બનેલી ઘટનામાં હત્યારો પતિ ઝડપાયો

વાપીના ડુંગરી ફળિયા મચ્છી માર્કેટના નાળા પાસે ગુરૂવારે રાત્રિના એક વાગે એક અજાણી સ્ત્રીનું માથુ કપાયેલી હાલતમાં પડ્યા હોવાની માહિતી મળતા ડુંગરા પોલીસ મથકના પીઆઇ ડી.એમ.ઢોલ સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા. મૃતકની ઓળખ સાધનાદેવી તરીકે અને તે તેના પતિ લક્ષ્મીકાંત ઉર્ફે ભોલા મુચકુંદલાલ વિશ્વકર્મા સાથે ડુંગરી ફળિયા હિન્દી સ્કૂલ પાસે આહિરવાડ ચંદ્રકેશ ખુશાલ યાદવની ચાલીમાં મુળ યુપી હોવાનું હોવાનું બહાર આવ્યું હતું.

પતિ લક્ષ્મીકાંતને પોતાની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા હોય પત્નીનું તિક્ષ્ણ છરાથી ગળું કાપી મસ્તકને મચ્છીમાર્કેટના નાળા પાસે ફેકી દઇ પુરાવાનો નાશ કરી ફરાર થઇ ગયો હતો. આરોપી વાપીની એક ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતો હતો. ડુંગરા પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી ભાગી ગયેલા હત્યારા આરોપીને ઝડપી પાડ્યો હતો. અને ગુનો નોંધી આગળની તપાસ પોલીસ કરી રહી છે.

400 મીટર સુધી હાથમાં માથું લઇને ફર્યો
આરોપી પતિ પત્નીનું માથું છરાથી કાપી દીધા બાદ મસ્તકને હાથમાં લઇ ઘરથી 400 મીટર સુધી ફર્યો હતો.

મકાન માલિકે પોલીસને જાણ કરી
રાત્રે 1.30 વાગે પત્નીનું માથું કાપી હાથમાં લઇ જનારા પતિને મકાનમાલિકે જોઇ પાડતા તાત્કાલિક ડુંગરા પોલીસને જાણ કરી હતી. જેથી અમારી ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. આખરે તે વાપી ટાઉન વિસ્તારથી ઝડપાઇ ગયો હતો. - દિપક ઢોલ, પીઆઇ, ડુંગરા પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...