તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • In A Single Day On Wednesday, 15 Cases Were Reported In The District 11 In The Union Territory, 157 Cases Were Reported In 24 Days Of March.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિફર્યો:બુધવાર એક જ દિવસમાં જિલ્લામાં 15 - સંઘપ્રદેશમાં 11 સંક્રમિત, માર્ચના 24 દિવસમાં જ 157 કેસ નોંધાયા

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરગામની માઇક્રો ફિલ્ટ કંપનીમાં રેન્ડમ ચેકિંગમાં એક સાથે 8 કામદાર કોરોના પોઝિટિવ, વલસાડમાં 4,પારડી 2 અને વાપીમાં 1 દર્દી
  • જિલ્લામાં માર્ચના 26 દિવસમાં કુલ 5690 ટેસ્ટ સામે 74 પોઝિટિવ , કેસો વધતાં ટેસ્ટની પ્રક્રિયા વધારાઇ નથી
  • સંઘપ્રદેશમાં કોરોના કહેર વધતા તમામ શાળા-કોલેજો બંધ, જાહેર સ્થળો, હોટલ-રેસ્ટોરન્ટમાં ઉજવણી પર પ્રતિબંધ

મહારાષ્ટ્રની બોર્ડરને લાગેલા વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ સેલવાસ-દમણમાં કોરોના ફરી ચિંતાજનક રીતે વકરી રહ્યો છે. બુધવારે જિલ્લામાં 6 યુવાન પુરૂષ સ્ત્રી અને આધેડ મળી વધુ 7 જેટલા દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યા હતા જ્યારે ઉમરગામની એક કંપનીમાં રેન્ડમ ચેકીંગમાં એક સાથે 8 કામદાર પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી.

બુધવારે વલસાડમાં 4,પારડી 2 અને વાપીમાં 1 તથા ઉમરગાની કંપનીમાં 8 કામદાર સંક્રમિત થયા હતા. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં જિલ્લા અને બંને સંઘપ્રદેશ મળી કુલ 157 કેસ નોંધાયા છે.વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પત્યા બાદ સંક્રમણે ગંભીરરૂપ ધારણ કરવા માંડ્યું છે.કોરોના પોઝિટિવ કેસ ફેબ્રુઆરીમાં કાબૂમાં હતા તે હવે વધવા માડ્યા છે.માર્ચમાં કેસનો આંકડો વધીને 57 ઉપર પહોંચી ગયો છે.

વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે ચેક પોસ્ટ ઉપર ચેકિંગ વધારી દીધું છે.મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોનું ફરજિયાત સ્ક્રીનિંગ અને ટેસ્ટ કરાવ્યા બાદ જ જિલ્લામાં પ્રવેશ આપવા કલેકટરે ફરમાન કર્યો છે.મંગળવારે જિલ્લામાં 7 કેસ આવ્યા બાદ બુધવારે એક સાથે 15 કેસ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.જેના કારણે તંત્રમાં ચિતાનું મોજું ફરી વળ્યું હતું.

ક્યાં કેટલા કેસ નોંધાયા
તાલુકો ગામ સ્થળ ઉમર પુ,સ્ત્રી
વલસાડ જલારામપાર્ક,સિવિલરોડ 52 પુરૂષ
વલસાડ દંતરાય ફ.છરવાડા 23 સ્ત્રી
વલસાડ આદિનાથ કોમ્પલેક્સ 21 પુરૂષ
વલસાડ શ્વેતશ્યામ એપાર્ટમેન્ટ 25 સ્ત્રી
પારડી મંદિર ફ.કચવાલ 40 પુરૂષ
પારડી બાલદા રેસિડન્સી 23 પુુરૂષ
વાપી કોપરલીરોડ 40 સ્ત્રી
આ 3 દર્દીએ કોરોનાને માત આપી
વલસાડના અબ્રામા ખાતે રહેતા 51 વર્ષીય દર્દી,વાપી ગુંજનમાં ચિંતન સોસાયટીમાં રહેતા 33 વર્ષીય પુરૂષ અને 30 વર્ષીય મહિલા કોરોનાની સારવાર લીધા બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર બોર્ડર ઉપર ટેસ્ટિંગ વધાર્યું
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ હોવાથી ત્યાંથી આવતા પ્રવાસીઓનું 100 ટકા સ્ક્રીનિંગ કરવા કલેકટરની સૂચના બાદ આરટીઓ, પોલીસ અને આરોગ્ય વિભાગને હાઇવે અને ચેકપોસ્ટ પર 24 કલાક તૈનાત કરાયા છે.

ઉમરગામ કંપનીના 8 પૈકી 02 મહારાષ્ટ્રના અને અન્ય 6 સ્થાનિક લોકો
ઉમરગામ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસરના નેતૃત્વમાં બુધવારે ઉમરગામ જીઆઇડીસી સ્થિત “ માઇક્રો ફિલ્ટ” નામક કંપનીમાં કામદારોનું રેન્ડમ ટેસ્ટિંગ કરતાં કુલ 08 કામદારો પોઝીટિવ જણાયા હતા. જેમાં 02 મહારાષ્ટ્ર રાજ્યના અને અન્ય 06 દેહરી, ઉમરગામ જેવા સ્થાનિક ગામોના હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેને લઇ કામદારોને રજા આપી દેવામાં આવી હતી. અને કંપનીમાં સેનેટાઇઝ કરી અન્ય કંપનીઓમાં ચેકિંગ ઝૂબેશ હાથ ધરવાનું નક્કી કર્યું છે. આ અંગે THO રૂપેશ ગોહિલે જણાવ્યું હતું કે, રેન્ડમ તપાસ દરમિયાન ઉમરગામની કંપનીમાં એક સાથે 08 કેસો સામે આવ્યા છે. સંક્રમણ અટકાવવા માટે જરૂરી તકેદારી આરોગ્ય વિભાગે હાથ ધરી છે.
દાનહમાં 8 જ્યારે દમણમાં વધુ 3 કેસ
મહારાષ્ટ્રની બોર્ડરથી જોડાયેલા સંઘપ્રદેશ દાનહ અને દમણમાં પણ કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે |વધી રહ્યું છે. બુધવારે દાનહમાં નવા આઠ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા જ્યારે દમણમાં વધુ 3 કેસ નોંધાયા છે. દાનહમાં હાલમાં 34 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં 1666 કેસ રીકવર થઇ ચુક્યા છે અને એક વ્યક્તિનું મોત થયેલું છે.તો દમણમાં હાલ 29 કેસ સક્રિય છે જ્યારે 1412 કેસ રિકવર થઇ ચુક્યા છે.એક વ્યકિતનું મોત થયેલું છે. સંઘપ્રદેશ આરોગ્ય વિભાગ દ્વારા દાનહ અને સેલવાસમાં વેક્સિનેશનની સાથે કોરોના ટેસ્ટની ઝુંબેશ પણ શરૂ કરી છે.

શુક્રવારે જિલ્લામાં વધુ 10 લોકો સંક્રમિત, છેલ્લા ચાર દિવસથી કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે
જિલ્લામાં કોરોનાની બીજી લહેર માર્ચથી શરૂ થઇ જતાં તંત્રએ ટેસ્ટની પ્રક્રિયા, કોવિડ-19ના નિયમોનું પાલનની કવાયત હાથ ધરી છે. પરંતુ સંક્રમણ વધવા છતાં ટેસ્ટીંગ સરેરાશ ઓછા થઇ રહ્યા છે. જિલ્લામાં માર્ચના 26 દિવસમાં આરોગ્ય વિભાગે કુલ 5690 ટેસ્ટ કર્યા છે,જેમાં કુલ 74 દર્દી કોરોનાના મળી ચૂક્યા છે. 17 લાખની વસ્તી સામે માત્ર 218 ટેસ્ટ થઇ રહ્યા છે. ટેસ્ટની સંખ્યા વસ્તી પ્રમાણે બહુ જ ઓછી જોવા મળી રહી છે.

વલસાડ જિલ્લામાં 26 દિવસમાં ટેસ્ટ

માસટેસ્ટપોઝિટિવનેગેટિવ
1 માર્ચ સુધી37655136936286
26 માર્ચ સુધી43345144341902
26 દિવસમાં5690745616

​​​​​​​જિલ્લામાં કોરોનાના વધુ 10 દર્દીઓ, વલસાડમાં સૌથી વધુ ક્યા કેટલા કેસ મળ્યા છે.

તાલુકોગામ સ્થળઉમરપુ.સ્ત્રી
વલસાડકાકડમટી,મંદિર ફ.60સ્ત્રી
વલસાડડુંગરી,ગાયત્રી સો.68પુરૂષ
વલસાડડુંગરી,છાપરી ફ.43પુરૂષ
વલસાડતિથલ રોડ50પુરૂષ
વલસાડવશીયર,આંબાવાડી70સ્ત્રી
વલસાડવશીયર,પ્રમુખદર્શન-452સ્ત્રી
વલસાડગવર્ન્મેન્ટ કોલોની35પુરૂષ
વલસાડતિથલ રોડ74પુરૂષ
ઉમરગામમાધવવેન્યુ,સરીગામ33પુરૂષ
ધરમપુરબિલપુડી,પટેલ ફળિયા60પુરૂષ

​​​​​​​

2 જાન્યુઆરીએ કોવિશીલ્ડ વેક્સિનેશનનું ડ્રાયરન વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધર્યા બાદ 16 જાન્યુ.થી વેક્સિનેશનનો પ્રથમ ફેઝ શરૂ કરાયો હતો.જેમાં જિલ્લાના આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરોનો સમાવેશ કરાયો હતો.ત્યારબા ફ્રન્ટલાઇન વર્કરો અને હવે 60 અને તેથી વધુ વય ધરાવતા વડીલોના વિક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે.આ વેક્સિન આવતાં લોકોમાં કોરોના સામે પ્રતિકાર કરવાની ક્ષમતા હોવાના વિશ્વાસ વચ્ચે જ ફરીથી કોરોનાએ માથું ઉંચક્યું છે.જેમાં પ્રથમ દષ્ટિએ જે પરિબળ નજરમાં આવ્યું છે તેમાં ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધીના દિવસોમાં જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ થયો હતો અને તેમાં કોવિડ-19ના નિયમોની અનદેખી જોવા મળી હતી.જેના પરિણામે માર્ચ શરૂ થતાં કોરોનાએ ધીમા પગલે એન્ટ્રી કરી હતી. પરંતુ હવે કોરોનાની દૈનિક રફતાર જોખમ ઉભું કરે તેવી સ્થિતિ તરફ પ્રયાણ કરી રહી છે.આરટી-પીસી ટેસ્ટ ચાલૂ માસમાં અત્યાર સુધી કુલ 5690 ટેસ્ટ કરાયા છે જેમાંથી 74 પોઝિટિવ કેસ મળ્યા છે.હાલે તંત્ર દ્વારા ટેસ્ટ વધારવાની આ‌વશ્યકતા પણ દેખાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો