તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:સિંગર બનવાની ઘેલછામાં વાપીની 11 વર્ષીય વિદ્યાર્થિની માતાને પત્ર લખી ઘરેથી જતી રહી

વાપી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ભાસ્કર વિશેષ }બપોરે ઘર છોડીને ગયા બાદ સાંજે પરત ઘરે આવી જતા પરિવારે રાહત અનુભવી

વાપી વિસ્તારમાં રહેતી 11 વર્ષીય બાળકી સિંગર બનવા જાઉં છું લખી ઘરથી જતી રહી હતી. જે બાદ ગભરાયેલા પરિવારે તેનો ફોટો સોશ્યિલ મીડિયામાં વાયરલ કરી તેને શોધવા માટે લોકોને અપીલ કરી હતી. વાપી ટાઉન પોલીસના હદ વિસ્તારમાં આવેલ એક પોશ વિસ્તારમાં રહેતી અને નામાંકિત સ્કૂલમાં અભ્યાસ કરતી 11 વર્ષીય બાળકી શુક્રવારે બપોરે 2 વાગે ઘરે કોઇને કંઇ પણ કહ્યા વગર નીકળી ગઇ હતી. જેથી તેના પરિજનોએ તેની ભારે શોધખોળ કરવા છતાં કોઇ પણ જગ્યાએ પત્તો ન લાગતા આ અંગે તાત્કાલિક ટાઉન પોલીસને જાણ કરાઇ હતી.

જેને લઇ પોલીસે પણ બાળકીને શોધવા રેલવે સ્ટેશન, બસ ડેપો તેમજ હાઇવે સહિત અનેક જગ્યાએ તપાસ શરૂ કરી હતી. જોકે સાંજે બાળકી પોતે જ ઘરે પહોંચી જતા પરિજનોએ તેની જાણ પોલીસને કરી દેતા બાળકીનું નિવેદન લઇ પરત વાલીઓને સોંપી દેવાઇ હતી. ઘરથી નીકળતા પહેલા બાળકીએ માતાને સંબોધી એક લેટરમાં જણાવ્યું હતું કે, તે સિંગર બનવા જઇ રહી છે અને તેને શોધવા પ્રયત્નો કરશો નહી. જોકે ઘરથી નીકળ્યા બાદ માતા-પિતાની યાદ આવતા તે પોતે જ ઘરે આવી ગઇ તેમ જાણવા મળ્યું છે.

વિદ્યાર્થિનીએ પત્રમાં માતાને લખ્યું ‘ભવિષ્યમાં મળશું કે નહી તેનું ઠેકાણું નથી’
વાપીની બાળકી ઘર છોડતા પહેલા ઘરે માતાને સંબોધીને અંગ્રેજીમાં એક લેટર લખી ગઇ હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, જો તમે વિચારી રહ્યા છો કે હું ઘરે કેમ નથી તો જવાબ છે કે હું ઘરથી ભાગી ગઇ છું. મને માફ કરજો. ભાગવા પાછળનું કારણ છે કે હું સિંગર બનવા માંગુ છું. અને હા હું સાથે કપડા અને થોડું ખાવાનું પણ લઇ આવી છું. મને ખબર નથી કે ભવિષ્યમાં આપણે મળીશું કે નહી પણ મમ્મી આય લવ યુ અને મને શોધવા પ્રયત્ન કરશો નહી. પ્લીઝ પ્લીઝ પ્લીઝ મને માફ કરજો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો