વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક માટે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. ભાજપે જાહેર કરેલા પાંચ ઉમેદવારોમાં 3 ઉમેદવારો ગ્રેજ્યુએટ છે.જયારે કોંગ્રેસે જાહેર કરેલા 5 ઉમેદવારો પૈકી 2 ઉમેદવારો ગ્રેજયુએટ છે.જયારે આમ આદમી પાાર્ટીના 5 ઉમેદવારો પૈકી માત્ર 1 ઉમેદવાર ગ્રેજ્યુએટ છે.
એટલે કે જિલ્લાની પાંચ બેઠકોમાં ઉમેદવારોના શિક્ષણમાં આમ આદમી કરતાં ભાજપ આગળ જોવા મળી રહી છે. ત્રણેય પાર્ટીના કુલ 15 પૈકી 7 ઉમેદવારોનો ધો.9થી 12 સુધીનો અભ્યાસ છે.જયારે 2 ઉમેદવારો અંડર ગ્રેજ્યુએટ છે. મોટા ભાગના ઉમેદવારોએ પોતાના વ્યવસાયમાં વેપારી અને ખેતીનો ઉલ્લેખ કર્યો છે.
ધરમપુરમાં 2 ગ્રેજ્યુએટ અને 1 અંડર ગ્રેજયુએટ ઉમેદવારધરમપુર ભાજપના ઉમેદવાર
અરવિંદ પટેલે બી.એ તથા કોંગ્રેસના ઉમેદવાર કિશન પટેલે પણ બી.એ.સુધીનો અભ્યાસ કર્યો છે. જયારે આમ આદમી પાર્ટીના કમલેશ પટેલે એસ.વાય.બી.કોમ.સુધી શિક્ષણ મેળવ્યું છે. વલસાડના ભાજપના ઉમેદવાર ભરત પટેલ એમએસસી સુધીનો અભ્યાસ કર્યો છે. જયારે આમ આદમી પાર્ટીના રાજુ મરચા ધો.6 પાસ તથા કોંગ્રેસ કમલ પટેલે 10 પાસ સુધી શિક્ષણ મેળવ્યું છે.
પારડીમાં 1 ઉમેદવાર ગ્રેજ્યુએટ, બે ધો.12 પાસ
પારડી ભાજપના ઉમેદવાર કનુભાઇ દેસાઇ બી.કોમ.,એલએલબી છે. જયારે કોંગ્રેસના જયશ્રીબેન પટેલે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. આમ આદમી પાર્ટીના કેતન પટેલ ધો.12 પાસ છે. કપરાડાના જીતુ ચૌધરી ધો.9 પાસ છે. જેની સામે કોંગ્રેસના ઉમેદવાર વસંત પટેલ બી.એ.એલએલબી અને જયેન્દ્ર ગાવિત બી.એ. એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે.
ઉમરગામમાં એક પણ ઉમેદવાર ગ્રેજ્યુએટ નહિ
ઉમરગામમાં લાંબા સમયથી ધારાસભ્યપદે રહેલા માજી મંત્રી રમણ પાટકર ધો.9 પાસ છે.જયારે તેમની સામે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનાર નરેશ વળવી 11 પાસ છે. આમ આદમી પાર્ટીમા અશોક ધોડી એસ.વાય.બી.એ.સુધી અભ્યાસ કર્યો છે. એટલે કે ઉમરગામના ત્રણેય ઉમેદવારો ગ્રેજ્યુએટ નથી. જો કે શિક્ષણ ઓછુ હોવા છતાં પણ આ ઉમેદવારો રાજકીય અનુભવ ધરાવે છે. હવે ઉમરગામમાં ખરાખરીનો જંગ જામશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.