તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિબેટની સ્કીમ:વાપી પાલિકામાં 3 દિ’માં મિલ્કતધારકોએ 31 લાખનો વેરો ભરી રિબેટનો લાભ લીધો

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 જુન સુધી 5 ટકા વળતરનો લાભ મળી શકશે

વાપી પાલિકાએ વેરા વસુલાતનો લક્ષ્યાંક સરળતાથી પૂર્ણ થાય અને પાલિકાની આવકમાં વધારો થાય તેવા ઉદેશ્ય સાથે મિલકત ધારકોને રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે. 5 ટકા વળતરના કારણે 1થી 3 જુનમાં 31 લાખની વેરા વસુલાત નોંધાઇ હતી. રિબેટની સ્કીમનો સારો પ્રતિસાદ પાલિકાને મળ્યો છે. 30 જુન સુધી પાલિકા વિસ્તારના 77 હજાર મિલકત ધારકોને રિબેટનો લાભ મળી શકશે.

વલસાડ જિલ્લાની પાલિકાઓમાં આ વર્ષે વેરા વસુલાતની કામગીરીમાં વાપી પાલિકા પ્રથમક્રમે રહી છે. વેરા વસુલાતની કામગીરી 96 ટકા પૂર્ણ કરવામાં સફળતા મેળવી છે. ત્યારે હવે પાલિકા વિસ્તારના મિલકત ધારકોને 5 ટકા વળતરનો લાભ આપવાની જાહેરાત કરી હતી. પ્રથમ દિવસથી રિબેટનો લાભ લેવા મિલકત ધારકો ઉમટી રહ્યાં છે.

જુનના પ્રથમ ત્રણ દિવસમાં કુલ 31 લાખની વેરા વસુલાત નોંધાઇ છે. પાલિકાએ રિબેટ યોજનાના કારણે જુન માસ દરમિયાન વેરા વસુલાતની કામગીરી માટે ખાસ વ્યવસ્થા ગોેઠવી છે. 30 જુન સુધી પાલિકા અને ઝોન કચેરીમાં મિલકત ધારકો મિલકત વેરો ભરી રિબેટનો લાભ લઇ શકશે. જુન માસ બાદ વેરો ભરનાર મિલકત ધારકો પાસેથી મ‌ુળ રકમ લેવામાં આવશે. હાલ તો રિબેટ યોજનાનો પાલિકામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

કોરોના મહામારીમાં મિલકત ધારકો ઘરે બેઠાં-બેઠા વળતર મેળવી શકશે
ચીફ ઓફિસર દર્પણ ઓઝાએ જણાવ્યુ હતું કે વાપી પાલિકા વિસ્તારના મિલકત ધારકોને 30 જુન સુધી 5 ટકા વળતર મળશે. કોરોના મહામારીમાં મિલકત ધારકો ઘર બેઠા વાપી પાલિકાની વેબસાઇટ ડબલ્યુડબલ્યુડબલ્યુ વાપીમ્યુસિપાલિટી. કોમ પર જઇ પે ટેક્ષમાં ઓનલાઇન ભરી રીબેટનો લાભ લઇ શકે છે. જેથી મિલકત ધારકોએ જેનો લાભ લેવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...