વાપીના ચણોદના આશિર્વાદ સોસાયટીમાં રહેા તેમજ વાપીને પોતાની કર્મભૂમી બનાવનાર દલશીંગર યાદવજીના પુત્ર સૌરભ દલશીંગર યાદવની ઉમંર માત્ર 21 વર્ષની છે. જેઓ 18000 ફુટ ઊંચાઈ સર કરવા અથાગ મહેનત કરી હતી. જેના પરિણામે તાજેતરમાં -15 ° સે તાપમાન વચ્ચે તેમણે સફળતા મેળવી છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 18,000 ફીટની ઉંચાઈ પર સ્થિત માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર પર ચઢવા ગયો હતો. જયાં લગભગ 65 લોકો હતાં. માત્ર 4 લોકો જ સફળતાપૂર્વક ચઢી શક્યા છે.
આ 4 લોકોમાં હું પણ હતો.મને રસોડાના તંબુમાં ખસેડવામાં આવ્યો અને ત્યાં મારી સ્લીપિંગ બેગ સંપૂર્ણપણે ભીની થઈ ગઈ હતી. હું લગભગ 18 કલાક સતત હિમવર્ષા હેઠળ હતો અને રાત્રે લગભગ 3.00 વાગ્યે મારો ટેન્ટ પણ તૂટી ગયો હતો.2 થી 3 ફૂટના બરફમાં ચડવું મુશ્કેલ હતું. આ મુશ્કેલમાં લગભગ 60 લોકો ચઢવામાં નિષ્ફળ રહ્યા હતાં.પછી અમે બેઝ કેમ્પ તરફ ટ્રેકિંગ કર્યું અને બપોરે 4 વાગ્યે પહોંચ્યા હતાં. એડવાન્સ બેઝ કેમ્પથી 14,700 ફૂટથી રાત્રે 11 વાગ્યા દરમિયાન 18,000 ફૂટ ચઢવાનું શરૂ કર્યું હતું. નિયમિત ચઢાણ કર્યા પછી હું સવારે 10.00 વાગ્યે શિખર પર પહોંચ્યો હતો. અને તાપમાન લગભગ -15 ° સે હતું અને સતત બરફ પડતો હતો અને વરસાદ થઈ રહ્યો હતો.ફરી એકવાર પોતાનો જ રેકોર્ડ તોડવા માટે તે ઓગસ્ટ મહિનામાં 21,000 ફીટ માઉન્ટ યુનામ પર ચઢવા જઈ રહ્યો છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.