કોરોના ઇફેક્ટ:10 દિવસમાં મહારાષ્ટ્રથી 6800 કારની અવર જવર, વાપી સહિત ગુજરાતમાં આવતાં કોરોનાના કેસો વધ્યાં

વાપી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન-4માં મહારાષ્ટ્રથી ગુજરાત તરફ તથા ગુજરાતની મહારાષ્ટ્ર લોકોની સતત અવર-જવર રહી હતી. જેના કારણે વાપી સહિત ગુજરાતમાં કોરોના કેસો વધી રહ્યાં છે. છેલ્લા દસ દિવસમાં (17થી27 મે) મુંબઇથી અમદાવાદ હાઇવે પર મહારાષ્ટ્રથી ગુજરાત તરફ 3231 કારો આવી છે. જયારે ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ 3661 કારો પસાર થઇ છે. કુલ 6800 જેટલી કારોએ અવર-જવર કરી છે. આ ઉપરાંત અસંખ્ય મોટા વાહનો પણ હાઇવે પરથી પસાર થયા છે.

બગવાડા ટોલનાકા પાસેથી મળેલી માહિતી મુજબ લોકડાઉન-4માં મહારાષ્ટ્રથી ગુજરાત તરફ 3221 કારો, 2325 ટેમ્પા,430 બસ , ટ્રક 6 હજાર અને મોટા વાહનો (મલ્ટી એકસલ) 5120 આવ્યાં છે. જયારે ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ  3661 કારો, 2645 ટેમ્પા, 1979 ટ્રક, 412 બસ અને મોટા વાહનો (મલ્ટી એકસલ) 4721નો સમાવેશ થાય છે. ટુકમાં લોકડાઉન-4માં વાહનોમાં લોકોની સતત અવર-જવર રહી છે. જેના કારણે કોરોનાના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. પારડીના એડવોકેટ વિજય શાહે જણાવ્યુ હતુ કે જિલ્લાની સરહદો સિલ ન કરવાથી કોરોનાના કેસો વધી રહ્યાં છે. આ સરહદો સિલ કરવામાં ન આવે તો કોરોનાનો આંકડો વધી જશે. ખાસ કરીને લોકડાઉન 4માં અને હવે પછી લોકડાઉન 5માં સરહદોને સિલ કરવાની તાતી જરૂરિયાત છે. જો સરહદો સિલ કરવામાં ન આવે તો કોરોનાના કેસ બમણી ગતિ જિલ્લામાં વધી શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...