તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:દમણ અને દાનહની શાળા માટે નવી ગ્રાન્ટ ઇન એઇડ નીતિનો અમલ : હવે પરફોર્મન્સ મહત્વનું

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પગાર અનુદાન અને ઉપકરણો માટેની ગ્રાન્ટ એમ કેટેગરી બનાવવામાં આવી

દાનહ અને દમણ દીવ પ્રશાસને પ્રદેશમાં શિક્ષણની ગુણવત્તા વધારવા હવે શાળાને અપાતી ગ્રાન્ટની નીતિમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હવે શાળાના પરફોર્મન્સ ઉપર ગ્રાન્ટ અને શિક્ષકોનો પગાર નક્કી કરાશે.પ્રશાસને શાળાઓ માટે નવી ગ્રાન્ટ ઇન એઇડ નીતિ લાગુ કરી છે જેમાં ગ્રાન્ટસને શાળાના પરફોર્મન્સ ખાસ કરીને ધોરણ 10 અને 12ના બોર્ડ પરીક્ષાના પરીણામના દેખાવ ઉપર પ્રશાસન ગ્રાન્ટ નક્કી કરશે. ગ્રાન્ટ મેળવતી શાળા અને સંસ્થાનું એસએસી અને એચએસસી બોર્ડની પરીક્ષાનું પરિણામ દર વર્ષે બદલાતું રહે છે.

આ નીતિના અમલથી બોર્ડની પરીક્ષાના પરિણામમાં સુધારો લાવી શકાશે અને શિક્ષણની ગુણવત્તા પણ સુધારી શકાશે. આ અંગે સોમવારે સંઘપ્રદેશના એજ્યુકેશન સેક્રેટરી પૂજા જૈનએ તમામ શાળા સંચાલકો સાથે અેક બેઠક કરીને જરૂરી સમજણ આપી હતી. પરફોર્મન્સ આધારિત ગ્રાન્ટ ઇન એઇડ નીતિને બે કેટેગરીમાં વહેંચી દેવામાં આવી છે જેમા પગાર અનુદાન અને જાળવણી તેમજ ઉપકરણો માટેની ગ્રાન્ટ શાળાને અનુદાન તરીકે આપવામાં આવશે. પગાર અનુદાનમાં અધ્યાપન અને નોન ટીચિંગ સ્ટાફનો સમાવેશ થાય છે. આ નવી નીતિ ચાલુ શૈક્ષણિક સત્ર 2021 - 22થી લાગુ કરાશેે.

શિક્ષકો અને સ્ટાફનો પગાર SEPIથી નક્કી થશે
પગાર અનુદાન શાળા શિક્ષપના પરફોર્મન્સ સૂચકાંક(SEPI)માં શાળા દ્વારા મેળવેલા પોઇન્ટના આધારે નક્કી થશે. SEPIમાં પાંચ મહત્વના પોઇન્ટ છે જેમાં સુલભ પરિણામ, ગુણવત્તા, કૌશલ્ય વિકાસ, એકસ્ટ્રા એજ્યુકેશન, વ્યવસ્થા અને સુવિધા જેવા માપદંડ રહેશેે.

શાળાએ 600 પોઇન્ટમાં 250 મેળવવાના રહેશે
નવી નીતિ મુજબ શાળાએ પરફોર્મન્સમાં કુલ 600 પોઇન્ટસમાંથી ઓછામાં ઓછા 250 પોઇન્ટ મેળવવાના રહેશે. જો સતત 3 વર્ષ માટે કુલ સ્કોર 350 કરતા ઓછો હશે તો ગ્રાન્ટ પરત ખેંચી લેવાશે. શાળાનો કુલ સ્કોર 500 પોઇન્ટથી ઉપર હશે તેવી શાળાને 100 ટકા પગાર ગ્રાન્ટ મળશે.

અન્ય સમાચારો પણ છે...