તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની નવી ફોર્મુલા:ટિકિટ મેળવવી હોય તો પહેલા હોદ્દા પરથી રાજીનામુ પછી ટિકિટ

વાપી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાપી તાંલુકા પચાયતની 20 બેઠકો માટે ત્રણ ગણા દાવેદારો : વર્તમાન સભ્યોની બેઠકો બદલાતા ટિકિટ મળશે નહિ

વાપી તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો માટે ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટી નિકળ્યો છે. 20 બેઠકો સામે 70 દાવેદારોએ ટિકિટ માગી છે, પરંતુ વર્તમાન હોદ્દેદારોની પોતાની બેઠકોનો પ્રકાર બદલાતા તેઓ ચૂંટણી લડી શકશે નહિ. ખાસ કરીને ભાજપના હોદેદારોએ ટિકિટ મેળવવી હોય તો પહેલા હોદા પરથી રાજીનામુ આપવાની ફોર્મુલા બનાવી છે. જેથી અનેક હોદેદારો ટિકિટ માગી શકશે નહિ. જયારે કોંગ્રેસે પણ મોટા ભાગના ઉમેદવારોના નામ નકકી કરી દીધા છે.

વાપી તાલુકા પંચાયતની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીથી ઉમેદવારીપત્ર ભરવાનો વિધિવત પ્રારંભ થવાનો છે. આ પૂર્વે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપી રહ્યાં છે. ખાસ કરીને ભાજપ પ્રેરિત તાલુકા પંચાયતના હોદેદારોની પોતાના વિસ્તારની બેઠકનો પ્રકાર બદલાતા ચૂંટણી લડવી મુશ્કેલ બની છે. આ સાથે ભાજપના હોદેદારોને પણ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની બેઠક પર ટિકિટ મેળવવી હોય તો પહેલા રાજીનામુ આપવું પડશે એવી રણનીતિ બનાવી છે. જેને લઇ ભાજપના કેટલાક હોદેદારો મૂંઝવણમાં છે. તાલુકા પંચાયતની 20 બેઠકોની સામે 70 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે.

આ વખતે ભાજપના કોઇ પણ હોદેદાર ટિકિટ મેળવવી હોય તો હોદ્દા પરથી રાજીનામુ પહેલા આપવુ પડશે એવી રણનીતિ બનાવતાં અનેક દાવેદારો પણ કપાશે એવું લાગી રહ્યું છે. રવિવારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડંમાં નામોની ચર્ચા થશે. જેના પર સૌની નજર મંડાયેલી છે. આ વખતની ચૂંટણીમાં તાલુકા પંચાયતની 20 બેઠકો પર 80 ટકાથી વધુ નવા ચહેરાઓ જોવા મળશે. બેઠકોનો પ્રકાર બદલાતા અનેક ઉમેદવારોને દાવેદારી માટે તક મળી છે. આમ આ વખતની ચૂંટણી રસપ્રસદ બની રહેશે.

તાં.પં.ના આ તમામ હોદેદારો ચૂંટણીમાં નહિ દેખાય
વાપી તાં.પં.ના પ્રમુખ રાજેશ પટેલની બેઠક એસટી મહિલા હોવાથી તેઓ ચૂંટણી લડી શકશે નહિં. જેમણે પોતાની પત્ની માટે ટિકિટ માગી છે. ઉપપ્રમુખ શિલ્પાબેન દેસાઇની બેઠકનો પ્રકાર બદલાતા તેમણે દાવેદારી નોંધાવી નથી. સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ હસમુખ પટેલની બેઠક બદલાતા તેઓ પણ ચૂંટણી લડી શકે તેમ નથી. કારોબારી અધ્યક્ષ કેતન પટેલનું નામ બલીઠા 2 પર છે. જો કે સંગઠનના પદાધિકારીના મતે વર્તમાન હોદેદારોને ટિકિટ મળે તેવી સંભાવના જ નથી.

રણનિતિ બનાવી છે, એક રાજીનામુ આવ્યુ છે
ભાજપના હોદેદારોએ ચૂંટણી લડવી હોય તો રાજીનામુ હોદા પરથી આપવું પડશે. છીરીથી એક રાજીનામુ આવ્યુ છે. બલીઠામાંથી પણ કોઇ રાજીનામુ મને મળ્યુ નથી.> સુરેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ,વાપી

5 હજારથી વધુ મતદારો ગત ટર્મ કરતાં વધ્યાં
વાપી તાલુકા પંચાયતની ગત 2015ની ચૂંટણીમાં કુલ 20 બેઠકો માટે 80 હજાર મતદારોનો સમાવેશ થાય છે. આ વખતે કુલ 85 હજાર મતદારો છે. 5 હજાર જેટલા મતદારોનો વધારો નોંધાયો છે. તાલુકામાં આવતી વલસાડ જિલ્લા પંચાયતની ચાર બેઠકો માટે પણ દાવેદારો 10થી વધુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો