તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને આશા:વરસાદ ન આવે તો વલસાડ જિલ્લામાં 15 જૂન સુધી જ કેરી સીઝન, તાઉતે વાવાઝોડાની અસરથી આ વર્ષે 30 દિવસમાં માર્કેટ સમેટાયું

વાપી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંજે છ વાગ્યા સુધીની છૂટ અપાતા લોકો કેરી ખરીદવા બહાર નિકળશે, સારી ગુણવત્તાવાળી કેરીનો એપીએમસીમાં અભાવ
  • હાફુસ-કેસરના મણના 800-1000 રૂપિયા, ખરીદી વધશે તો ખેડૂતોને સારો ભાવ મળી રહે તેવી સંભાવના

જિલ્લામાં વાવાઝોડામાં કેરીના પાકને નુકસાન બાદ હવે સિઝન પણ બહુ વધારે લાંબી ચાલશે નહિં. કારણ કે ખેડૂતો અને વેપારીઓના જણાવ્યાં મુજબ વરસાદ ન આવે તો જિલ્લામાં 15 જુન સુધી કેરી સિઝન ચાલશે. પરંતુ આ વખતે ખેડૂતોને કેરીના ભાવો પુરતા પ્રમાણમાં મળ્યા નથી. સ્વૈચ્છિક લોકડાઉનના કારણે લોકો વધુ કેરી ખરીદવા બહાર નિકળ્યા નથી. હવે 5 જુન થી 6 વાગ્યા સુધીની છૂટછાટો આપવામાં આવી છે. જેથી ખેડૂતો અને વેપારીઓને સારા ભાવો મળશે એવી આશા જાગી છે.

હાલ કેસર-હાફુસના ભાવો 800-1000 બોલી રહ્યાં છે. ખરીદી વધશે તો 5 જુન પછી કેરીના ભાવો વધી શકે છે એવું ખેડૂતો જણાવી રહ્યાં છે. આમ આ વર્ષે કેરી સિઝનમાં મહેનત સામે ખેડૂતોને વળતર ઓછુ મળતા નારાજગી જોવા મળી રહી છે. દર વર્ષે કેરીની શરૂઆત એપ્રિલના અંતિમ સપ્તાહથી શરૂ થઈ જાય છે જે જૂન મહિના સુધી રહેતી હોય છે. જોકે આ વર્ષે તાઉતે વાવાઝોડાની અસરને લઈ સીઝન મોડી શરૂ થઈ જલ્દી પૂર્ણ થશે.

ગણતરીના દિવસોમાં ભાવ વધશે
હાલ એપીએમસીમાં હાફુસ અને કેસરના ભાવો નીચા છે, પરંતુ હવે સરકારે સાંજે છ વાગ્યા સુધીની છૂટ આપતાં છૂટક કેરીની ખરીદી માટે લોકો બહાર આવશે. જેના કારણે 5 જુન પછી કેરીના ભાવો વધશે તે નિશ્રિત છે.> ધર્મેશ મોદી,વેપારી,પારડી

કેનિંગના હાફુસના ભાવ 750 કેસરના 600 રૂપિયા
આ વખતે વાવાઝોડાના કારણે કેરીના પાકને બહુ વધારે અસર થઇ છે. જેના કારણે સારી ગુણવત્તા વાળી કેરી ઓછી છે. હાફુસના કેનિંગના ભાવ-750- 800 અને કેસરના 600-650 (એક મણ) છે. રોજના ઉદવાડા એપીએમસીમા 200 ટન કેરીનું વેચાણ થઇ રહ્યુ છે.> પંકજભાઇ ઉપાધ્યાય, ખેડૂત, ઉદવાડા એપીએમસીમાં

​​​​​​​દર વર્ષે કેરીની 14 લાખની આવક સામે આ વર્ષે 1 લાખની આશા
આ વર્ષ ખેડૂતો માટે બહુ જ ખરાબ રહ્યુ છે. દર વર્ષે મારી વાડીમાંથી સરેરાશ 13થી 14 લાખ કેરીની આવક થાય છે. પરંતુ આ વર્ષે 1 લાખની આવક થવાની આશા છે.વાવાઝોડાના કારણે કેરીના પાકને નુકસાન થયુ છે. પ્રતિ એકર રૂ.10 હજાર નુકસાની વળતર પણ ખુબ ઓછુ કહી શકાય.> ધનસુખભાઇ પટેલ, ખેડૂત,નામધા-ચંડોર

​​​​​​​જિલ્લાના એપીએમસીમાં કેરીના ભાવો
​​​​​​​

એપીએમસીરોજના ટનહાફુસકેસર
પારડી70900 - 1000`800 - 850
ઉદવાડા200900 - 1100700 - 800
ધરમપુર1800850 - 1100800 - 900
નાનાપોઢા501000 - 1000900 - 1000

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...