તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપી તેમજ જિલ્લામાં દર વર્ષે થર્ટી ફર્સ્ટમાં પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ત્યાંથી જામીન મુક્ત કરાતા હતા. જોકે આ વર્ષે પોલીસ સ્ટેશનથી જ તેઓને જામીન મળી રહેશે. આરોગ્યની ટીમ પોલીસ મથકે જ મેડિકલ ટેસ્ટ કરશે. દમણ અને દાનહથી થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂની મહેફિલ માણી ગુજરાતમાં પ્રવેશતા લોકોની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરાતા હતા.
પરંતુ આ વર્ષે કોરોનાને લઇ પોલીસે દારૂ પીને આવતા આરોપીઓને પકડી સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાય તે માટે હોલમાં રાખશે. ઉપરાંત આરોગ્યની ટીમ હોલ કે પોલીસ મથકે આવી મેડિકલ ટેસ્ટ માટે લોહીની તપાસ કરશે. જમાદાર કે તપાસ અધિકારી આરોપીને મેડિકલની પ્રક્રિયા બાદ જામીન ઉપર મુક્ત કરાશેે.
પારડી પોલીસે 120 પીધ્ધડોને ઝડપી પાડ્યા
પારડી|થર્ટી ફર્સ્ટની નાઇટ પૂર્વૈ પીધ્ધડોને પકડવા પારડી પોલીસે ચેકપોસ્ટ ઉપર બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પારડી પીએસઆઇ બી. એન. ગોહિલે તેમના 40 જવાનની ટીમ સાથે પાતળિયા ચેકપોસ્ટ ઉપર ચેકીંગ હાથ ધરી 120 નશાબાજોને ઝડપી લીધા હતાં. કોરોનાને લઈ બ્રિથ એનેહેલાઈઝર મશીનમાં ફૂંક મારવા માટે પોલીસે યુઝ એન્ડ થ્રો સ્ટ્રોનો ઉપયોગ કર્યો હતો.
જામીન આપનારાની ડિમાન્ડ વધશે
દર વર્ષની જેમ આરોપીઓને છોડાવવા માટે પોલીસ સ્ટેશન બહાર સગા-સંબંધીઓની ભીડ જોવા મળશે. જ્યારે આ વચ્ચે જામીનદારોની ડિમાન્ડ વધી જશે. સામાન્ય દિવસે જામીનદારો એક આરોપી પાછળ રૂ.2થી 3000 સુધી લેતા હોય છે. તેમજ લોકલ માટે અલગ ભાવ અને બહારના માણસોને છોડાવવા ઉંચી કિંમત લેતા હોય છે. થર્ટી ફર્સ્ટના આરોપીઓને જામીન આપવા રૂ.5 હજારથી 10 હજાર સુધી ભાવો બોલાશે. જ્યારે પૈસાવાળી પાર્ટી પાસેથી મર્જી મુજબ રૂપિયા વસૂલાતા હોય છે.
18 ચેક પોસ્ટ, 50 બ્રેથએનલાઈઝર વપરાશે
15 પોલીસ સ્ટેશનોમાં પીધ્ધડોને પકડવા માટે 50 બ્રેથએનલાઈઝર મશીનો ફાળવ્યા છે. જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલાની સૂચના મુજબ 18 ચેકપોસ્ટ અને પોલીસ મથક હદમાં પ્રવેશતા લોકોને કાયદાના પાઠ ભણાવવા ટીમ કાર્ય કરી રહી છે. પીધ્ધડોને ચેકપોસ્ટથી પોલીસ મથક અને મેરેજ હોલ સુધી ખસેડવા માટે 14 બસ હાયર કરવામાં આવી છે.
આરોપીઓ માટે માસ્ક-સેનેટાઇઝરની વ્યવસ્થા
કોરોનાને લઇ દારૂ પીને આવતા લોકો માટે પોલીસ સ્થળ ઉપર જ માસ્ક આપવામાં આવશે. તેમજ તેઓને સેનેટાઇઝ કરવા બાદ જ વાનમાં બેસાડીને પોલીસ મથકે અથવા ભાડે રાખેલ હોલમાં પ્રવેશ કરાવાશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.