તૈયારી:વાપી બ્રિજ બંધ થાય તો બસોને રિપેર કરવા લઇ જવા કલેકટરથી મંજૂરી માંગી

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્રેઇટ કોરિડોર માટે ROBને તોડી પડાશે

વાપી રેલવે ઓવરબ્રિજને તોડી પાડી 140 કરોડના ખર્ચે બનાવવા પૂર્વે તંત્ર દ્વારા વાંધા અરજી,સૂચનો ,રજૂઆતો મંગાવામાં આવી હતી. જે અંતર્ગત એસટી કર્મચારી મંડળ દ્વારા કલેકટરને વાંધા અરજી આપી હતી.જેમાં જણાવ્યું હતું કે વાપી બ્રિજ બંધ થાય ત્યારે પૂર્વથી પશ્ચિમ માત્ર મુસાફરોના હિતમાં મેન્ટનન્સ માટે જ બસોને વર્કશોપ સુધી આવવા-જવાની સ્પેશિયલ કેસમાં મંજૂરી આપવાની માગ કરવામાં આવી છે.

વાપી બ્રિજને તોડવા પૂર્વે તંત્ર દ્વારા વાંધા અરજીઓ મંગાવામાં આવી હતી. જે અંતર્ગત એસટી કર્મચારી મંડળ વલસાડે આપેલી વાંધા અરજીમાં જણાવ્યું હતું કે વાપી શહેરમાં હયાત રેલવે ઓવરબ્રિજને તોડી પાડવાનો હોવાથી બ્રિજ પરના ટ્રાફિકને ડાયવર્ઝન આપવા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1) હેઠળ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જેમાં વાંધા અરજી-સૂચનો -રજૂઆતો કરવાની તક આપી છે જે બંધારણીય રીતે યોગ્ય કહેવાય.વાપી એસટી ડેપો કે જે રેલવે ફાટકની તદ્ન નજીક હોય તેમને પૂર્વથી પશ્ચિમ માત્ર મેન્ટનન્સ માટે જ સ્પેશિયલ કેસમાં પશ્ચિમ તરફના એસટી ડેપોના વર્કશોપમાં બસો આવવા તથા જવાની મંજૂરી આપવાથી વાપી ડેપો દ્વારા મુસાફરોને સારી સગવડ પ્રાપ્ત કરી શકાય તેમ છે. વિદ્યાર્થીઓ તેમજ કેન્દ્ર શાસિત સેલવાસના ઉડાણના જંગલોમાં તેમજ કપરાડાના આદિવાસી વિસ્તારની તમામ બસોનું સંચાલન સારી રીતે કરી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...