નિર્ણય:વાપી GIDCમાં અકસ્માતથી લાઇટનો વીજપોલ તૂટશે તો દંડ ભરવો પડશે

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં વીજપોલ કોણે તોડયો તે કોણ નકકી કરશે તે અંગે મૂંઝવણ

વાપી જીઆઇડીસી વિસ્તારમાં 600 નવા સ્ટ્રીટ લાઇટના પોલ જરૂરી ઉપકરણો સાથે ઔદ્યોગિક વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવ્યાં છે. વસાહતના ફાળવણીદારો દ્વારા સ્ટ્રીટ લાઇટના પોલને થતાં આકસ્મિક નુકસાનને ટાળવા તથા અકસ્માતો નિવારવા હાલ દંડ વસુલવાનો નિર્ણય લેવાયો છે. જેમાં પ્રથમ વખત સ્ટ્રીટ લાઇટના પોલને નુકશાન કરનાર ટ્રક કે કન્ટેનરના સંબંધિત ફાળવણીદારો કે ઉદ્યોગકારો પાસેથી દંડ રૂ.10000 અથવા સ્ટ્રીટ લાઇટ પોલને રિપેરિંગ કરવાનો ખર્ચ જે વધારે હોય તે,બીજી વખત સ્ટ્રીટ લાઇટ

પોલને નુકશાન વખતે 15000 તથા ત્રીજી વખત પોલને નુકસાન કરનાર પાસે રૂ.20000નો દંડ વસુલવામાં આવશે.પરંતુ મહત્વની વાત છે કે કોણે નુકસાન કર્યુ તે નકકી કોણ કરશે ? આ અંગે દિવ્ય ભાસ્કરે વાપી જીઆઇડીસીના ઇજનર કુશલ શાહ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે વાત સાંભળ્યા બાદ ફોન બંધ કરી દીધો હતો. બીજી વખત ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. આમ વીજપોલના દંડ અંગે ઉદ્યોગકારોમાં પણ મૂંઝવણ જોવા મળી રહી છે.

અંદરની સાઇટ ન મુકતા આ સ્થિતિ ઉદભવી
જીઆઇડીસી વિસ્તારમાં નવા વીજપોલ નાખતી વખતે જ રજૂઆત થઇ હતી કે રોડની અંદરની સાઇટ વીજપોલ નાખવામાં આવે, પરંતુ નકકી કરાયેલી ડિઝાઇન મુજબ સ્ટ્રીટ જ લાઇટના પોલ જરૂરી ઉપકરણો સાથે રોડની સાઇટ તરફ નાખવામાં આવ્યાં છે. જેના કારણે વાર-વાર અકસ્માતો થઇ રહ્યાં છે. બીજી તરફ ડીજીવીસીએલ પણ વીજપોલ તોડનાર પાસે દંડ લેવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી પુરતી સફળતા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...