તંત્ર:વાપીમાં વૃક્ષ રોપવા હોય તો પાલિકા મફત રોપા આપશે

વાપી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા દ્રારા 10હજાર વૃક્ષારોપણ કરવાનું આયોજન

વાપી નગરપાલિકાને  ટોલ ફ્રી નંબર પર ફોન કરો તો પાલિકાનાં કર્મચારીઓ તે સ્થળે  આવી  મફત વૃક્ષો આપી વૃક્ષારોપણ કરશેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે  કુલ 10હજાર વૃક્ષારોપણ કરવાનું લક્ષ્યાંક હાથ ઘરવામાં આવ્યું છે.હાલમાં 1700વૃક્ષારોપણ  કુલ 14 સોસાયટીમાં  કરી દેવામાં આવ્યું છે. વૃક્ષારોપણનું અભિયાન 15મી ઓગષ્ટ સુધી  આયોજન કરવામાં આવ્યું છે. વાપી નગરપાલિકાને ટોલ ફ્રી નંબર પર ફોન કરો તો નગર પાલિકા  પોતાનું વાહન  અને વૃક્ષો લઇ   સોસાયટીમાં જઇ સોસાયટીનાં રહીશો સાથે   વૃક્ષારોપણ કરશે અને તે વૃક્ષોની જાળવણી  તે સોસાયટીનાં લોકોએ કરવાની રહેશે.વાપી નગરપાલિકા દ્રારા દર વર્ષે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવે છે.પરંતુ જાળવણીનાં અભાવે તે વૃક્ષોનો  ઉછેર થતો નથી પરંતુ આ વખતે પાલિકા દ્રારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે કે લોકોને વૃક્ષારોપણ કરવામાં સાથે  જોડી તેની માવજત પણ જેતે વિસ્તારનાં રહીશો જ કરશે.

ટ્રી ગાર્ડ પાછળ પણ લાખોનો ખર્ચ કરાય છે
વાપી નગરપાલિકા હદ વિસ્તાર અને નોટિફાઇડ ,જીઆઇડીસી હદ વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન લાખો વૃક્ષો વાવવામાં આવે છે જેની પાછળ ખર્ચો પણ લાખો રૂપિયા  પાડવામાં આવે છે પરંતુ આજદિન સુધી બંને તંત્રએ વાપીમાં વાવેલા વૃક્ષો માંથી કેટલા વૃક્ષો ઉછેર્યા તેનો હિસાબ આપતું નથી .વૃક્ષારોપણની સાથે સાથે તેના જતન માટે ટ્રી ગાર્ડ પાછળ પણ લાખોનો ખર્ચ કરાય છે જે ટ્રી ગાર્ડ પણ રોપેલા વૃક્ષોની સાથે ક્ષત વિક્ષીત હાલતમાં જોવા મળતા હોય છે. હવે વાપી પાલિકા તંત્ર વૃક્ષારોપણની સાથે તેના જતનની જવાબદારીમાંથી છટકી રહ્યું હોય તેમ નવો નસખો અપનાવ્યો છે અને લોકોને મફત રોપા આપવાનું નકકી કર્યું છે જેમાં વાપીના નગરજનો કેટલો ઉત્સાહ દાખવે તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...