તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:વોક પર નીકળેલા યુવકના હાથમાંથી ફોન ઝૂંટવી 2 છૂ

વાપી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાપીના ચલા વિસ્તારમાં પલ્સર બાઇક પર આવેલા બે ઇસમો કરતબ કરી ગયા

વાપીના ચલા વિસ્તારમાં ફોન પર વાત કરતા યુવકના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી પલ્સર બાઇક પર આવેલા બે ઇસમો ફરાર થઇ જતા આ અંગે તેણે વાપી ટાઉન પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ કરી હતી. વાપી ચલા ખાતે પ્રમુખ ગ્રીન્સમાં રહેતા શ્રેયસ દિલીપ પટેલ સોમવારે રાત્રે 9.31 કલાકે ઇવિનિંગ વોક પર નીકળ્યા હતા.

તે દરમિયાન મુક્તાનંદ માર્ગની શરૂઆતના મેદાન નજીક બે ઇસમોએ પલ્સર બાઇક પર આવી તેના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બાઇક પુરપાટ ભગાવી મેરીલ તરફ ભાગી ગયા હતા. પીડિતે વીવો વી-7 પ્લસ કંપનીનો મોબાઇલ કિં.રૂ.18,000 ઝૂંટવ્યા બાદ આ અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. વાપીના ચલા, કચીગામ રોડ અને નામધા રોડ ઉપર મોબાઇલ સ્નેચિંગની ઘટના અવાનનવાર બનતી હોય છે. જોકે તમામ કેસોમાં ઇસમો બ્લેક કલરની પલ્સર ઉપર જ આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો