તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:દમણ જિલ્લા પંચાયતની બેઠકમાં PMનો આભાર પ્રસ્તાવ કરવાનું ભુલાયું

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય સભામાં પ્રસ્તાવની દરખાસ્ત ઉપપ્રમુખે કરી

હાલમાં કોરોના મહામારીમાં ગરીબ અને જરૂરિયાત લોકો માટે 2021 સુધી મફત અનાજ આપવાનો સરકારે કરેલા નિર્ણય પ્રત્યે આભાર પ્રગટ કરવા આભાર પ્રસ્તાવ લાવવાની માંગ કરી હતી. દમણ જિલ્લા પંચાયતની ગુરૂવારે મળેલી સામાન્ય સભામાં પ્રધાનમંત્રી પ્રત્યે આભાર પ્રસ્તાવ લાવવાનું જિલ્લા પંચાયત ભૂલી ગઈ હતી.જિલ્લા પંચાયતમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ સૌથી મહત્વપૂર્ણ પીએમ મોદી પ્રત્યે આભાર પ્રસ્તાવ લાવવાની વાત જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુ પટેલ પોતે જ ભૂલી ગયા હતા.

દમણ જિલ્લા પંચાયતની બેઠક પૂર્ણ થયા ના કલાકો પછી આભાર પ્રસ્તાવની વાત યાદ આવતાં દમણ જિલ્લા પંચાયત પ્રમુખે પ્રેસનોટ જારી કરી મંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે આભાર માનતો હોવાનો દેખાડો કર્યો હતો. ગણતરીના સમય પછી આ પ્રેસનોટને જિ.પં.પ્રમુખે રદ કરી હતી. પ્રધાનમંત્રી દ્વારા ગરીબ અને જરૂરતમંદ લોકો માટે નવેમ્બર 2021 સુધી મફત રાસન આપવાની જાહેરાત થઇ હતી.

આ જાહેરાત બાદ જિ.પં.ના ઉપપ્રમુખ મૈત્રી પટેલે સામાન્ય સભામાં પ્રધાનમંત્રી પ્રત્યે આભાર પ્રસ્તાવ લાવવા માંગ કરી હતી. જિ.પં.ની સામાન્ય સભાના એજન્ડા પ્રમુખ નક્કી કરતા હોય છે. તેમ છતાં આભાર પ્રસ્તાવ લાવવાનું પ્રમુખ દ્વારા ભૂલવું કેટલા અંશે સ્વીકાર્ય છે. સભા પૂરી કરીને પ્રમુખ બાબુ પટેલ રવાના થયા બાદ સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...