ક્રાઇમ:વાપીમાં જવેલર્સની દુકાનમાં ઠગ 6.5 તોલા દાગીના લઇ છૂ

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપીના ગુંજન સ્થિત જવેલર્સની દુકાનમાં સોમવારે બપોરે ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયો ચાર મંગળસૂત્ર, ત્રણ ચેઇન જેની કિંમત રૂપિયા 1.83 લાખ નજર ચુકવીને ફરાર થઇ ગયો હતો. વાપી ગુંજનમાં આર્શિવાદ એપાર્ટમેન્ટમાં રહેતા અજીત સુભાષભાઇ જાદવની અંબામાતા મંદિર સર્કલ નજીક આત્મારામ બિલ્ડિંગમાં શ્રી સિદ્ધિવિનાયક જવેલર્સ નામક દુકાન આવેલી છે. સોમવારે બપોરે સાડા અગિયારેક વાગ્યાના સુમારે અંદાજે ચાલીસેક વર્ષનો સફેદ શર્ટ પહેરલો ઇસમ દાગીના ખરીદવા માટે દુકાનમાં આવ્યો હતો.

ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયોએ દુકાનમાં 34 ગ્રામના ચાર મંગળસૂત્ર, 31 ગ્રામની ત્રણ ચેઇન ખરીદવા માટે પસંદ કરી હતી. ગઠિયાએ દુકાનના માલિકને દાગીના ખરીદવા માટે એડવાન્સ 2500 રૂપિયા આપ્યા હતા. માલિકે એડવાન્સના રૂપિયા ગલ્લામાં રાખતા ગઠિયાએ તેને આ રકમ અલગ મુકવા માટે જણાવ્યું હતું. જોકે, આ બાબતે ગઠિયાએ રકઝક કરીને થોડા જ સમયમાં રૂમાલમાં બંધાવેલા 65 ગ્રામના મંગળસૂત્ર અને ચેઇનની તફડચી કરીને ફરાર થઇ ગયો હતો. દુકાનની બહાર ઊભેલા અન્ય સાગરિતની બાઇક ઉપર બેસીને ફરાર થઇ ગયો હતો. થોડા સમય પછી દુકાનના માલિકને છેતરાયો હોવાનું ભાન થતાં પોલીસને જાણ કરી હતી. વાપી જીઆઇડીસી પોલીસે બાઇક ઉપર આવેલા બે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...