આયોજન:વાપી સ્ટેશનથી સર્કીટ હાઉસ સુધી સ્વચ્છતા જાગૃતિ માટે રેલી યોજાઇ

વાપી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલીમાં સિંગલ પ્લાસ્ટિકનો ઓછો વપરાશનો સંદેશ અપાયો

વાપી નગરપાલિકા વિસ્તારમાં ગાંધીજયંતિ નિમિત્તે ગીતા નગર રેલવે બારીથી ગાંધી ચોક , સરકીટ હાઉસ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સિંગલ પ્લાસ્ટિકનો ઓછો વપરાશ , સ્વચ્છતા , વેસ્ટમાંથી બેસ્ટ અંગે જાગૃતિ લાવવા સ્લોગન સાથે નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ , ચીફ ઓફિસર દર્પણ ઓઝા , ભાજપ વાપી શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ , નગરપાલિકાના કર્મચારીઓ , ચૂંટાયેલા સભ્યો , સંગઠનના પદાધિકારીઓ , ભાજપના કાર્યકર્તાઓ , કોલેજના સ્કાઉટના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

વાપીની મારોઠીયા શાળાના બાળકો દ્વારા સુંદર શેરી નાટકનું મહાનુભાવોની હાજરીમાં આયોજન થયું હતું. એ ઉપરાંત સર્કિટ હાઉસ ખાતે , વેસ્ટમાંથી બેસ્ટ , સિંગલ યુસ પ્લાસ્ટિકના ગેરફાયદા અંગે પ્રદર્શની લાગડાય હતી. બાદમાં હાજર મહાનુભાવોએ નજીકના ખાદીના સ્ટોરની મુલાકાત લઈ ખાદી ખરીદી હતી. મિતેશભાઈ દેસાઈ,શિલ્પેશભાઈ દેસાઈ,મુકુંદાબેન પટેલ, દિલીપભાઈ દેસાઈ, પરેશભાઈ દેસાઈ, દિલીપભાઈ પાટીલ પણ હાજર હતાં.

અન્ય સમાચારો પણ છે...