ક્રાઇમ:સુરતમાં રહેતા પતિના અન્ય મહિલા સાથેના પ્રેમ પ્રકરણને લઇ પત્નીને વાપી સ્ટેશને મુકી ફરાર

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના પિયરે પણ વૃદ્ધ દાદી સિવાય કોઇ ન હોવાથી હાલત કફોડી બની

વાપી રેલ્વે સ્ટેશન પરથી રેલ્વે પોલીસનો 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ આવેલ દીકરી મળી આવેલ છે. જે કંઈ પણ બોલતા નથી રડતા રહે છે. જેની મદદ માટે આવવા જણાવેલ. જેથી 181 ટીમ તેમના મદદ માટે પહોંચતા અને શાંતિપૂર્વક આશ્વાસન આપી કાઉન્સિલિંગ કરતા જણાવેલ છે જેઓ 18 વર્ષના છે અને મધ્યપ્રદેશના રહેવાસી છે. જે 3 મહિનાથી પતિ સાથે સુરત ઉધના ખાતે રહે છે. જે પતિનું બીજી સ્ત્રી સાથેના સંબંધ વિશે જાણ થતાં 2 દિવસ પહેલા ઝઘડો થયેલો અને સમાધાન થયેલ જે બાદ પતિ પીડિત મહિલાને વાપીથી સેલવાસ રેહવા માટે જવાનું જણાવી ટ્રેનમાં બેસાડી પતિ હું પાછળના ડબ્બામાં બેસું એવું જણાવી પીડિત મહિલાનો આધારકાર્ડ અને પૈસા પણ લઈને ભાગી ગયો હતો.

બાદ મહિલા વાપી રેલ્વે સ્ટેશન આવતા ઉતરી ગયેલ અને બાદમાં પતિને શોધતા પતિ ના મળતા વાપી રેલ્વે સ્ટેશન તેમના માટે અજાણ્યું હોવાથી ત્યાં મહિલા પોલીસ અધિકારી હતા તેમને પોતાના સાથે બનેલી ઘટના જણાવી મદદ માટે જણાવ્યું હતું. પતિને સોધતાં ના મળેલ જેથી પીડિત બેનની મદદ માટે 181 ટીમ ગયેલ જેમનું કાઉન્સિલિંગ કરતા તેમના માતા પિતા કોઈ ના હોવાનું જણાવેલ જેવો દાદી સાથે રહેતા હતા. જે દાદી હું ક્યાં સુધી રાખીશ એવું જણાવી લગ્ન કરી દીધા જેવો અહી કોઇને જાણતા ના હતા. જેથી રેલ્વે પોલીસે મધ્યપ્રદેશના ભાઈ હતા તેમને બોલાવેલ જે પણ એમના ગામના હોવાનું જણાવી તેવો ગામથી તેમના બાજુવાળા કાકા હોય તેમનો સંપર્ક કર્યા બાદ તેઓ સાથે વાત કરતા 2 દિવસમાં લેવા માટે આવવાનું જણાવેલ. જેથી હાલ 181 ટીમે પીડિતાને આશ્વાસન આપી શાંત કરી હતી. OSC સેન્ટરની માહિતી આપી ત્યાં મૂકવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...