રાહત:હમસફર અને સૂર્યનગરી ટ્રેનને વાપી સ્ટેશને સ્ટોપેજ

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેલવાસ-દમણ અને વાપીમાં સ્થાયી થયેલા રાજસ્થાની અને ઉત્તરભારતીયોને ફાયદો

વાપી-સંઘપ્રદેશમાં વસતા જન પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનોએ રેલવે સમક્ષ બે ટ્રેનોના સ્ટોપેજ માટેની રજૂઆત રેલવે મંત્રી સમક્ષ કરી હતી. તાજેતરમાં રેલવે વિભાગે આ માંગને મંજૂરી આપતાં સોમવારે -બ્રાન્દ્રાથી ગોરખપુર અને બ્રાન્દ્રા-જોધપુપર ટ્રેનને સ્ટોપેજ મળતાં વાપીમાં વસતાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના લોકોને મોટી સુવિધા મળી રહેશે.બ્રાન્દ્રાંથી ગોરખપુર હમસફર ટ્રેન એક્સપ્રેસ ટ્રેન નં. 19091-92ને વાપીનો સ્ટોપેજ રેલવે વિભાગે આપ્યો છે. આ ટ્રેન વાપી સ્ટેશન પર સવારે 7.22 વાગે આવશે. બ્રાદ્રાથી વાપી સ્ટોપેજ કરી સુરત, બરોડા, રતલામ,ઉજૈન સહિતના સ્ટેશનો બાદ ગોરખપુર પહોંચશે.

તેમજ ગોરખપુરથી વાપી આવવાનો સમય સવારે 6.09નો છે. જયારે બ્રાદ્રાથી જોધપુર સુર્યનગરી એક્સપ્રેસ વાપી રેલવે સ્ટેશન ખાતે 3.22 કલાકે તથા જોધપુરની વાપી આવવાનો સમય સવારે 8.54 કલાકે પહોંચશે. આ બંને ટ્રેનના સ્ટોપેજ મળતાં વાપી અને સંઘપ્રદેશમાં વસતાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સોમવારે બંને ટ્રેનોને લીલીઝંડી આપવા સાંસદ ડો.કે.સી.પટેલ, વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, કારોબારી મિતેશ દેસાઇ,વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ, વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલ, સંઘપ્રદેશ-દાનહ દમણ-દીવ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ, મુકેશસિંહ ઠાકુર, ઝેડઆરયુસીસીના મેમ્બર જોય કોઠારી હાજર રહ્યાં હતાં.

વાપીથી મહેસાણા જતાં લોકોને ટ્રેનની સુવિધા મળી રહેશે
મહેસાણા સમાજના અગ્રણી અને વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યું હતું કે સુર્યનગરી ટ્રેનને વાપી રેલવે સ્ટેશને સ્ટોપેજ મળતાં હજારો મુસાફરોને ફાયદો થશે. આ સાથે વાપીથી મહેસાણા માટે પણ રાહત થશે.વાપીથી 3.22 ઉપાડયા બાદ રાત્રે 10.30 કલાકે મહેસાણા ઊભી રહેશે. મહેસાણાના મુસાફરોને સરળતા રહેશે. વીઆઇએ સેક્રેટરી સતિષ પટેલે જણાવ્યું હતું કે વાપી અને સંઘપ્રદેશમાં ઉત્તર ગુજરાતના લોકોની વસ્તી હોવાથી આ ટ્રેનનો લાભ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...