ટેકનોલોજી:પોલીસ સ્ટેશનમાં અધિકારીનું વર્તન કેવું રહ્યું ? દમણ-સેલવાસ પોલીસ તમારો અભિપ્રાય જાણશે

વાપી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારકોડ સ્કેન કરીને ફીડબેક આપી શકાશે એ માટે લોન્ચ કરાય એપ

સામાન્ય રીતે એવી માન્યતા છેકે, દરેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સાથે પણ ઘણીવખત અધિકારી દ્વારા ગેરવર્તન કરીને આરોપી જેવું વર્તન કરવામાં આવતું હોય છે. સામાન્ય નાગરિક માટે સહન કરવા સિવાય કોઇ અન્ય ઉપાય રહેતો નથી.

જોકે, હવે તમે પોલીસ સ્ટેશનમાં ગયા બાદ તમારી સાથે કેવું વર્તન કરાયું, તમારી વાત કે ફરિયાદ સાંભળવા માટે કેટલો સમય લીધો. પોલીસ સ્ટેશનમાં તમારો અનુભવને તમે મોબાઇલની એક માત્ર એપ દ્વારા રજૂ કરી શકશો. સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પોલીસે બુધવારે પોલીસ સ્ટેશનમાં સામાન્ય નાગરિક સાથે થતા અનુભવને સાંભળવા માટે ઇ ફીડબેક નામની એક એપ લોન્ચ કરી છે જેમાં તમારા અનુભવ જણાવી શકશો.

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ UT 3D પોલીસ વિભાગે જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે બુધવારે સંઘપ્રદેશના DIGP મિલિંદ મહાદેવ ડુમ્બેરના હસ્તે ઇ-ફીડબેક સિસ્ટમની એપ લોન્ચ કરીને શરૂઆત કરી છે.

આ સિસ્ટમ થકી જે નાગરિકો પોતાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ગયા, ત્યાં હાજર પોલીસ સ્ટાફનું વર્તન કેવું હતું અને નાગરિકો તેમની ફરિયાદ પર લેવાયેલી કાર્યવાહીથી સંતુષ્ટ છે કે નહીં તેનો હવે લોકો અભિપ્રાય જણાવી શકશે.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ પ્રશાસને તમામ પોલીસ સ્ટેશનો અને ચોકીઓ માટે QR કોડ ફાળવ્યા છે, જે પોલીસ સ્ટેશનના ગેટ પર અથવા રિસેપ્શનની નજીક ક્યાંક મુખ્ય રીતે પ્રદર્શિત કરવાના રહેશે. આ QR કોડને તમારા ફોનથી સ્કેન કરવા પર એક ફોર્મ ખુલશે, જેને ભરીને લોકો તેમનો પ્રતિસાદ આપી શકશે. ફીડબેક આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ સીધો ફીડબેક મેળવી શકશે નહીં.

તેનો રિપોર્ટ સીધો અધિકારીઓને જશે. જેના વિશ્લેષણના આધારે જરૂરિયાત મુજબ વધુ સુધારાત્મક પગલાં લેવામાં આવશે. દાનહના એસપી રાજેન્દ્રપ્રસાદ મીણા, દમણના એસપી અમિત શર્મા, એસપી પિયુષ ફુલજેલે, એસપી (ટ્રાફિક) અનુજ કુમાર, ડીવાયએસપી (હેડકયુ) રજનીકાંત અવધિયા અને દાનહ આજે ઈ-ફીડબેક સિસ્ટમના લોન્ચિંગ દરમિયાન એસડીપીઓ સિદ્ધાર્થ જૈન અને અન્ય ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...