તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સંક્રમણ રોકવા વાપી શહેરમાં ઘરે-ઘરે કોરોનાનો સરવે શરૂ, કંપનીઓમાં પણ કામદારોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

વાપી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાપીમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે આરોગ્ય વિભાગે વિવિધ સ્થળે 8 જેટલા સેન્ટરો ઊભા કર્યા છે. જેની સાથે હ‌વે આરોગ્યની ટીમે ઘરે-ઘરે જઇને કોરોનાનો સરવે શરૂ કર્યો છે. આરોગ્ય વિભાગની ટીમ ઘરના સભ્યોની માહિતી મેળવી તેમના ટેમ્પરેચર ચેક કરી રહ્યાં છે. શહેરના તમામ વિસ્તારને આવરી લેવાનું આયોજન તંત્રએ હાથ ધર્યુ છે. દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ વાપીમાં ફરી ન વધે તે માટે આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી છે. એન્ટીજન ટેસ્ટનું અભિયાન ચલાવામાં આવી રહ્યુ છે.

આ માટે 8 જેટલા સેન્ટરોમાં લોકો એન્ટીજન ટેસ્ટ માટે જઇ રહ્યાં છે. હવે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કોરોના માટે ઘરે-ઘરે જઇને સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સરવેમાં કોઇ શંકાસ્પદ લાગે તો એન્ટીજન કે આરટીપીસીઆઇ ટેસ્ટ કરવામાં આવે છે. તાલુકા આરોગ્ય અધિકારી ડો.મૌનિક પટેલ અને અર્બન હેલ્થ સેન્ટરના ડો.સી પાંડેના માગદર્શન કામગીરી ચાલી રહી છે. સી. પાંડેએ જણાવ્યુ હતું કે કંપનીના કામદારોનું પણ ચેકિંગ થઇ રહ્યુ છે. ઘરે-ઘરે કોરોનાનું સરવે ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે. જે લોકોને કોરોના અંગેના લક્ષણો દેખાય એટલે તરત જ આરોગ્ય વિભાગને જાણ કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો