તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીના કારણે એક સમયે ઉદ્યોગોની હાલત કફોડી બની હતી,પરંતુ દિવાળી બાદ વાપીની કંપનીઓમાં ઉત્પાદન વધી રહ્યુ છે. વાપીમાં ફાર્માસેક્ટરનો સૌથી વધુ વિકાસ થયો છે. કોરોના છતાં પણ ગત 2019 ના એપ્રિલથી સપ્ટેમ્બરની તુલનાએ ચાલુ વર્ષના આજ સમયગાળાના 6 માસમાં 20 ટકા ફાર્મા કંપનીઓનું ઉત્પાદન વધ્યું છે. ગત વર્ષે છ માસમાં રૂપિયા 750 કરોડની સામે કોરોના કાળ દરમિયાન પણ રૂપિયા 900 કરોડનું ટર્નઓવર નોંધાયુ છે.
ગુજરાતમાં અંકલેશ્વર બાદ વાપી જીઆઇડીસીની ફાર્મા કંપનીઓની સંખ્યા છેલ્લા થોડા વર્ષોમાં વધી છે. વાપીમાં 30 જેટલી ફાર્મા કંપનીઓ 5 હજારથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી પાડે છે. આ વર્ષે કોરોનાકાળમાં પણ ફાર્મા સેકટર આગળ રહ્યું છે. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પાસેથી મળેલી માહિતી મુજબ ફાર્મા સેક્ટરના ઉત્પાદનમાં 20 ટકા જેટલો વધારો થયો છે. કોરોનાકાળ છતાં પણ વાપીના ફાર્મા સેક્ટરને તેજીનો બુસ્ટર ડોઝ મળ્યો છે. હાલ વાપીના તમામ ઉદ્યોગો ફરી ધમધમી ઉઠયા છે.
વાપી જીઆઈડીસીમાં આવેલી 30 જેટલી ફાર્મા કંપનીઓ 5 હજારથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહી છે
ફાર્મા કંપઓની ટુંકી વિગતો
ફાર્મા સાથે જોડાયેલા રો-મટિરિયલની માગ વધી
પ્રકાશ ભદ્રા, પ્રમુખ, વીઆઇએ, વાપી એ જણાવ્યુ કે, કોરોના વચ્ચે હવે આયાત-નિકાસમાં તેજી આવી રહી છે. ખાસ કરીને સૌથી વધારે ફાર્મા સેકટર ગ્રોથમાં ચાલી રહ્યું છે. ફાર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગોના રો-મટીરીટલની માગ વધી છે. આયત-નિકાસમાં 20 ટકા વધારો થયો છે.
કન્ટેનર ન આવતાં એક સમયે મુશ્કેલી પડી હતી
સતિષ પટેલ, સેક્રેટરી,વીઆઇએ,વાપી એ જણાવ્યુ કે, વાપીના ફાર્મા કંપનીઓના માલસામાન માટે દર મહિને 63થી 65 કન્ટેનર આવે છે, પરંતુ એપ્રિલ માસમાં કોરોનાના કારણે ટ્રાન્સપોર્ટ બંધ હતું ત્યારે મુશ્કેલી પડી હતી, પરંતુ સરકારે છૂટ આપતાં ફાર્મા કંપનીએ સૌથી વધારે ગ્રોથ કર્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.